સંખેડાના રાયપુર ગામે તંત્રએ ફૂંક્યું દેવાળું, જૂના રોડ પર RCC રોડ બનાવાતા વિરોધ
છોટાઉદેપુરના સંખેડા તાલુકાના રાયપુર ગામે સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ડામર રસ્તો બસ સ્

છોટાઉદેપુરના સંખેડા તાલુકાના રાયપુર ગામે સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ડામર રસ્તો બસ સ્ટેન્ડથી નવો બનાવવામાં આવ્યો હતો. તેમજ ગામમાં 300 મીટર જેટલો આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ગ્રામજનોની માંગ છે કે, વર્ષો જૂના મકાન બનેલા છે. તેમજ પ્રાથમિક શાળા પણ આવેલી છે. જ્યારે જૂના રોડથી પ્રાથમિક શાળાનું કમ્પાઉન્ડ નીચું છે.
આ પણ વાંચોઃ સુરતમાં વહેલી સવારે ગેસનો બોટલો ધડાકાભેર ફાટતાં મચી અફડાતફડી, આગની જ્વાળાથી 6 દાઝ્યા
ગટર બનાવવાની જરૂરિયાત છે
નવો રોડ બને ત્યારે એક ફૂટની ઊંચાઈ વધી જશો. જમીન લેવલ કરતા રોડ ઊંચો થઈ જાય અને આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નથી. ત્યારે ગત વર્ષે જૂના રોડ માં પાણી ભરાઈ ગયા હતા. નવો રોડ બને અને એક ફૂટની ઊંચાઈ વધી જાય તો પાણી ઘરોમાં ઘુસી જાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કચેરીઓમાં બેઠા બેઠા એસ્ટિમેન્ટ બનાવી નાખે છે. સ્થળ પરિસ્થિતિ જોતા નથી. ત્યારે હાલ નવો રોડ બનાવતા પહેલા વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાની જરૂરિયાત છે.
અધિકારીઓ સ્થળ પર આવતા નથી
જો ગટર લાઈન નહિ બનાવવામાં આવે તો રસ્તાની કામગીરી શરૂ થવા નહિ દઈએ તેવી ચીમકી ગ્રામજનોએ આપી છે. જ્યારે ગ્રામજનો અધિકારીઓને બે દિવસથી બોલાવતા હોવા છતાંય અધિકારીઓ સ્થળ ઉપર આવતા નથી. જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.








