Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Gas cylinder explodes in the early morning, causing chaos, 6 injured

સુરતમાં વહેલી સવારે ઘરમાં ગેસનો બોટલો ધડાકાભેર ફાટતાં મચી અફડાતફડી, આગની જ્વાળાથી 6 દાઝ્યા

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં વહેલી સવારે ઘરમાં ગેસનો બોટલો ધડાકાભેર ફાટતાં મચી અફડાતફડી, આગની જ્વાળાથી 6 દાઝ્યા

સુરતના પુણા ગામમાં વહેલી સાવરે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા હતાં. જેથી તમામને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બયુલેન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતાં. પુણા ગામ વિસ્તારમાં આવેલ નાલંદા સ્કૂલની સામે રાધે કૃષ્ણ સોસાયટીના એક ઘરમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો. ગેસનો બાટલો બ્લાસ્ટ થતા મોટો આવાજ આવ્યો હતો. જેથી સ્થાનિકો જાગી ગયા હતા સાથે જ અફડાતફડી મચી ગઈ હતી.

App Store

આ પણ વાંચોઃ સુરતના ડુમસની 2500 કરોડની જમીન કેસમાં નવો ફણગો, વગર અરજીએ પ્રોપર્ટી કાર્ડ બન્યાની CIDએ શરૂ કરી તપાસ

છ વાગ્યા આસપાસ ધડાકો થયો

મૂળ રાજસ્થાન અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષે પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્રભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં ત્રણ રૂમ આવેલા છે જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા.રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સુઈ ગયા હતા. દરમિયાન વહેલી સવારે છ વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી. 

ધડાકાના કારણે બારી બારણા તૂટી ગયા

સોસાયટીના રહીશ દિલીપભાઈએ કહ્યું કે, સવારે 6:20 કલાકે ધડાકાનો અવાજ આવ્યો હતો. હું સામેની સાઈડ જ રહું છું. બહાર નીકળીને જોયું તો બ્લાસ્ટ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી. અહીં લોકો ચીસો પાડી રહ્યા હતા જેથી 108ને બોલાવીને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટના પગલે છ જેટલા લોકો દાઝી ગયા હતા. આ સાથે જ ઘરમાં આગ લાગી હતી જેથી સામાન પણ બળી ગયો છે. ધડાકાના પગલે બારી બારણાઓ પણ તૂટી ગયા હતા.

ઇજાગ્રસ્તના નામ

પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા
સોના
મોનિકા
જનવી
અમન
ગોપાલ ઠાકુર