Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : CID starts investigation into property card being issued without application

સુરતના ડુમસની 2500 કરોડની જમીન કેસમાં નવો ફણગો, વગર અરજીએ પ્રોપર્ટી કાર્ડ બન્યાની CIDએ શરૂ કરી તપાસ

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતના ડુમસની 2500 કરોડની જમીન કેસમાં નવો ફણગો, વગર અરજીએ પ્રોપર્ટી કાર્ડ બન્યાની CIDએ શરૂ કરી તપાસ

સુરતના ડુમસ- વાટા ગામની કરોડોની જમીનનો વિવાદ વધારે જટિલ અને ગૂંચવડાભર્યો બની રહ્યો છે.ડુમસના સાયલન્ટ ઝોનની 2500 કરોડની જમીનના વિવાદમાં નવા ફણગા ફુટી રહ્યા છે. ત્યારે હવે સેંકડો પ્રોપ્રર્ટી કાર્ડ પણ અરજી વગર બની ગયા હોવાની દિશામાં સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

App Store

આ પણ વાંચોઃ રાધનપુરને જિલ્લો કોને બનવા ના દીધો...? શંકર ચૌધરીના આગમન પહેલા જ વિરોધ

દસ્તાવેજી પુરાવા મગાવાયા

ડુમસ અને વાટા ગામની કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાના પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસનો દોર શરૂ કર્યો છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બન્યા તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ કલેકટર કચેરી પાસેથી માંગવામાં આવ્યા છે. 

પ્રોપર્ટી કાર્ડ પર તપાસ કેન્દ્રિત

સુત્રોના જણાવ્યા પ્રમાણે સીઆઇડીની તપાસમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કોઇ અરજી જ કરવામાં આવી ન હોવાનું હાલ બહાર આવ્યું છે. જોકે, આ દિશામાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. આ પ્રકરણમાં સીઆઇડીએ સિટી સરવેની કચેરી, જિલ્લા પંચાયત જ નહીં ગાંધીનગર નિયામકની કચેરીમાંથી દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા છે. આખા પ્રકરણમાં હાલ પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બન્યા તેની પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

એક જ લેટરથી કૌભાંડ

એ જ લેટર જિલ્લા પંચાયતના નામે અને સુડાના નામે પણ બોલતો હોવાથી સરખે સરખા લેટર ત્રણ કચેરીના કેવી રીતે હોઇ શકે? અને સૌથી મહત્વની બાબતો એ હતી કે, આ લેટર કોઇ ખેડૂતના નામે નહીં, પરંતુ થર્ડ વ્યકિતના નામે હતો. અને આનાથી પણ સૌથી ચોંકાવનારી બાબતો એ હતી કે, આ લેટર બિનખેતીની પૂર્તતા કરવા માટેનો હતો. અને જે નહીં થઇ શકતા આ લેટરના આધારે કાર્યવાહી વર્ષ 2010માં દફતરે કરી દેવાઇ હતી. તેમ છતાં આ લેટર બિનખેતીનો હોવાનું જણાવીને વર્ષ 2020માં રજુ કરીને કૌભાંડીઓએ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધા હતા.