Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Congress protests against Radhanpur not being made a district

રાધનપુરને જિલ્લો કોણે બનવા ના દીધો...? શંકર ચૌધરીના આગમન પહેલા જ વિરોધ

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2025
લાઇવ ટીવીGoogle News
રાધનપુરને જિલ્લો કોણે બનવા ના દીધો...? શંકર ચૌધરીના આગમન પહેલા જ વિરોધ

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને રાજકારણ ગરમાયેલું છે. હવે પાટણના રાધનપુરમાં વિરોધ પ્રદર્શનને લઇને પોલીસ હકતમાં આવી છે. સોશિયલ મીડિયા પર વિરોધનો એક વીડિયો વાયરલ થયો છે.

App Store

રાધનપુરમાં વિરોધનો વંટોળ

બનાસકાંઠાના બે ભાગ કરી થરાદને જિલ્લો જાહેર કરવામાં આવતા સમગ્ર બનાસકાંઠામાં વિરોધનો સુર ઉઠ્યો છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષના આગમન પહેલા જ રાધનપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધના બેનરો લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે. 

કોંગ્રેસ દ્વારા રાધનપુરમાં ઠેર ઠેર બેનરોમાં રાધનપુરને જિલ્લો કોને ના બનવા દીધો...? રાધનપુરનો વિકાસ કોને અટકાવ્યો...? જેવા સુત્રો લખવામાં આવ્યા છે.

શંકર ચૌધરીનો સત્કાર સમારંભ

બનાસ બેન્કના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઇ પિલીયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ આજે રાધનપુરમાં યોજાવાનો છે. આ સત્કાર સમારંભના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી હાજર રહેવાના છે. શંકર ચૌધરીના રાધનપુરમાં આગમન પહેલા જ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર પોસ્ટર લગાવીને વિરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: ઓગડ જિલ્લાની માંગ સાથે આંદોલનની જાહેરાત, મંગળવારથી અનશન પર ઉતરશે લોકો

થરાદને જિલ્લો જાહેર કરવામાં આવતા બનાસકાંઠામાં પણ વિરોધ

વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવતા બનાસકાંઠામાં પણ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. કાંકરેજ-દિયોદર-થરા-ધાનેરા સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને વિરોધ નોંધાવી રહ્યાં છે.