JUNAGADH : રાજુ સોંલકીની પત્ની હંસા સોલંકી પર GUJCTOC હેઠળ કાર્યવાહી
Junagadh News : જુનાગઢમાં દલિત નેતા રાજુ સોલંકી અને તેના પુત્ર સંજય સોલંકી પર GUJC

Junagadh News : જુનાગઢમાં દલિત નેતા રાજુ સોલંકી અને તેના પુત્ર સંજય સોલંકી પર GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બંને હાલ જેલમાં છે. હવે રાજુ સોંલકીની પત્ની હંસા સોલંકી પર GUJCTOC દાખલ કરવામાં આવ્યો છે. હંસા સોલંકી પર 5 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. કોઈ મહિલા પર GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય એવો જુનાગઢ જિલ્લાનો આ પ્રથમ કેસ છે. જુનાગઢમાં હંસા સોલંકી ઉપરાંત નસરુદ્દીન ઉર્ફે નસરો ડાડો વિરુદ્ધ પણGUJCTOCનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Junagadh News : જુનાગઢમાં દલિત નેતા રાજુ સોલંકી અને તેના પુત્ર સંજય સોલંકી પર ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ-GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બંને હાલ જેલમાં છે. હવે રાજુ સોંલકીની પત્ની હંસા સોલંકી પર GUJCTOC દાખલ કરવામાં આવ્યો છે. હંસા સોલંકી પર 5 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. કોઈ મહિલા પર GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોય એવો જુનાગઢ જિલ્લાનો આ પ્રથમ કેસ છે. જુનાગઢમાં હંસા સોલંકી ઉપરાંત નસરુદ્દીન ઉર્ફે નસરો ડાડો વિરુદ્ધ પણGUJCTOCનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજુ સોલંકી સહિત 5 વિરુદ્ધ GUJCTOC દાખલ કરવામાં આવ્યો હતો
ગત 3 ઓગષ્ટના રોજ રાજુ સોલંકી અને તેના 4 સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ તમામ પણ GUJCTOCનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જુનાગઢ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા રાજુ બાવજીભાઇ સોલંકી ગૈંગ લીડ૨ તરીકે તથા તેની ગેંગના સભ્યોનો ગુનાહિત ઈતિહાસ ચેક કરતાં આરોપીઓએ ભુતકાળમાં હત્યાનો પ્રયાસ, પોલીસ ૫૨ હુમલો, પોલીસ ફ૨જ રૂકાવટ, ચોરીઓ, લૂંટ, પ્રોહીબીશન, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, ગે૨કાયદેસ૨ અટકાયત, મારા-મારી, ઈજા, ધાક ધમકી આપવાના, હાથિયા૨ ધારાનો ભંગ, જુગા૨ સહિતના અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ હતા. જે આ મુજબ છે :
- રાજુ બાવજીભાઇ સોલંકી વિરુદ્ધ 12 ગુનાઓ
- જયેશ ઉર્ફ જવો બાવજીભાઇ સોલંકી વિરૂદ્ધ 09 ગુનાઓ
- દેવ રાજુ સોલંકી વિરૂદ્ધ 02 ગુનાઓ
- યોગેશ કાળાભાઇ બગડા વિરૂદ્ધ 03 ગુનાઓ
- સંજય ઉર્ફે ચંદુ રાજુભાઇ સોલંકી વિરૂદ્ધ 06 ગુનાઓ
જુનાગઢ જિલ્લા પોલીસ વડા સમક્ષ આ અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરતા તેમણે આ તમામ વિરુદ્ધ કાર્યવાહીની મંજૂરી આપતા રાજુ સોલંકી સહિત આ તમામ વિરુદ્ધ GUJCTOCની કલમ-3(1)ની પેટા(1)(2) તથા કલમ-3(2) તથા કલમ-3(4) મુજબ ગુન્હો.








