'શહેજાદાએ તો 4 હજાર કિલોમીટર ફરીને લોકોની સમસ્યા જાણી છે પણ શહેનશાહ કોઇ ગરીબના ઘરે ગયા!'- પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર ક

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને શહેજાદા કહેવા બદલ પીએમ મોદીને જવાબ આપ્યો હતો.
શહેનશાહ તો મહેલોમાં રહે છે- પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીને જવાબ આપતા કહ્યું, "મારા ભાઇને શહેજાદા કહે છે હું તેમને કહેવા માંગુ છું આ શહેજાદા 4 હજાર કિલોમીટર ચાલ્યા છે.કન્યાકુમારીથી કાશ્મીર સુધી તમારી સમસ્યા સાંભળવા માટે ચાલ્યા છે, મારી બહેનો-ભાઇને મળ્યા છે. ખેડૂતો-મજૂરોને મળ્યા છે. બધાને પ્રેમથી મળીને પૂછ્યુ કે તમારા દિલમાં શું મુશ્કેલી છે, તમારા જીવનમાં શું સમસ્યા છે અને તેને આપણે કેવી રીતે હલ કરી શકીએ છીએ. એક તરફ તમારા શહેનશાહ મોદીજી મહેલોમાં રહે છે. તમે ક્યારેય ટીવીમાં તેમનો ચહેરો જોયો છે, તેમના ચહેરા પર તમને કોઇ દાગ જોવા નહીં મળે. તે તમારી સમસ્યા કેવી રીતે સમજી શકશે. મોંઘવારીમાં તમે દબાઇ ગયા છો."
પ્રિયંકા ગાંધીએ કહ્યું, શાકભાજીનો ભાવ ખબર છે, પેટ્રોલ-ડીઝલનો ભાવ શું છે? ખેતીના દરેક સમાન પર GST છે.
30 લાખ રોજગારના પદ ખાલી
પ્રિયંકા ગાંધીએ રોજગારીને લઇને પણ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું,ગુજરાતમાં 10 વર્ષમાં 14થી વધુ પેપર લીક થયા છે. મોદીજીની સરકારમાં 30 લાખ રોજગારના પદ ખાલી છે. સરકારનું ધ્યાન રોજગાર વધારવામાં નથી.








