સુરતમાં યોજાશે ડાન્સ વર્કશોપ, ઉભરતી પ્રતિભાઓને અપાશે પ્રેક્ટિકલ જ્ઞાન
હીરા અને ટેક્સટાઇલના શહેર એવા સુરતમાં ડાન્સ ક્ષેત્રેમાં રહેલી તકને તમામ સુધી પહોંચાડવા માટે એ જે ડા

હીરા અને ટેક્સટાઇલના શહેર એવા સુરતમાં ડાન્સ ક્ષેત્રેમાં રહેલી તકને તમામ સુધી પહોંચાડવા માટે એ જે ડાન્સ સ્ટુડિયો દ્વારા સૌથી મોટા ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર ફેમ સોમિયા કાંબલે ઉપસ્થિત રહેશે અને ભાગ લેનારા ડાન્સર્સને મોટીવેટ કરશે.
પ્રેક્ટિકલની નોલેજ અપાશે
સમગ્ર વર્કશોપ અંગે સોમિયા કાંબલેએ કહ્યું કે, આજકાલ ડાન્સમાં છોકરીઓને આગળ વધવા માટે પરિવાર દ્વારા પણ પ્રોત્સાહન અપાય છે. ત્યારે અગાઉ કરતાં સ્થિતિ સુધરી છે. હું બેલી ડાન્સમાં કામ કરું છું. જેને અગાઉ એક નજરથી જોવામાં આવતું હતું. જો કે, હવે તેમાં પણ સ્થિતિ સારી થઈ છે. ત્યારે અહિં યોજાનારા વર્કશોપમાં અલગ અલગ સ્ટાઈલ વિષે પ્રેક્ટિકલી માર્ગદર્શન આપવામાં આવશે.
ડાન્સર્સને મોટિવેટ કરાશે
જીતુ સેને કહ્યું કે,આ ડાન્સ વર્કશોપમાં અત્યારથી 200 જેટલા ડાન્સર્સનું રજીસ્ટ્રેશન આવી ચૂક્યું છે. હજુ પણ આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે 26 જાન્યુઆરીએ યોજાનારા આ વર્કશોપમાં મોટી સંખ્યામાં સુરતના યુવા ડાન્સર પોતાની પ્રતિભાને ઉજાગર કરવા માટે હાજર રહેશે તેવી આશા સેવામાં આવી રહી છે. અડાજણ ખાતે આવેલી જૈન વાડીમાં સમગ્ર વર્કશોપ યોજાશે. જેમાં ડાન્સર્સને તેમની પ્રતિભા કયા ક્ષેત્રમાં છે તે ઓળખવા માટેની ટીપ્સ પણ અપાશે. સાથે જ પ્રમાણપત્રો પણ આપવામાં આવશે.








