Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : 10 kg of ganja seized from Sanjali railway station

હાવડા-અમદાવાદ ટ્રેનમાં થતી નશીલા સામાનની હેરાફેરી, ભરુચના સંજાલી રેલવે સ્ટેશનથી 10 કિલો પકડાયો ગાંજો 

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2025
લાઇવ ટીવીGoogle News
હાવડા-અમદાવાદ ટ્રેનમાં થતી નશીલા સામાનની હેરાફેરી, ભરુચના સંજાલી રેલવે સ્ટેશનથી 10 કિલો પકડાયો ગાંજો 

ગુજરાતમાં રેલવે માર્ગ મારફતે મોકલાતો નશાનો સામાન ફરી એકવાર ઝડપાયો છે. હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળ્યો હતો. એસ.ઓ.જી.એ 10.024 કિલો ગ્રામ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ ગાંજાનો જથ્થો ટ્રેનમાં રાખનાર અજાણ્યા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

App Store

આ પણ વાંચોઃ સુરતના વિદ્યાર્થીનું IIM બેંગ્લોરમાં ભેદી સંજોગોમાં મોત, હોસ્ટેલની લોનમાં મળ્યો હતો બેભાન

પેટ્રોલિંગ દરમિયાન જથ્થો ઝડપાયો

ભરૂચ રેલવે સ્ટેશનની હદમાં આવેલ સંજાલી રેલવે સ્ટેશન પાસે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એસ.ઓ.જી.એ 10.024 કિલો ગ્રામ બિન વારસી ગાંજાનો જથ્થો મળી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પશ્ચિમ રેલવે વડોદરા એસ.ઓ.જી ના પી.એસ.આઇ ડીડી વણકરના માર્ગદર્શન મુજબ વડોદરા કેમ્પના સુરતના હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ દરમિયાન ગાંજો કબ્જે કર્યો હતો. 

શંકાસ્પદ બેગમાંથી મળ્યો જથ્થો

તપાસકર્તાઓને સંજાલી સ્ટેશન પસાર થયા બાદ રિઝર્વેશન કોચ અને જનરલ કોચના કોરિડોરમાં એક બેગ શંકાસ્પદ હાલતમાં પડેલ જણાઈ હતી. જે બેગમાં તપાસ કરતા તેમાંથી 10.024 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 1 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કરી ભરૂચ રેલવે સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.