મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠામાં 4થી 5 ટકા વળતરની લાલચ આપી 2થી 15 લાખનું કરાવ્યું રોકાણ; આયોજકો 15 કરોડ લઇ ફરાર

સાબરકાંઠામાં BZ પોન્ઝી સ્કીમ બાદ વધુ એક સ્કીમે લોકોને રડાવ્યા છે. ધ બિગબુલ ફેમિલી નામની

સાબરકાંઠામાં 4થી 5 ટકા વળતરની લાલચ આપી 2થી 15 લાખનું કરાવ્યું રોકાણ; આયોજકો 15 કરોડ લઇ ફરાર

સાબરકાંઠામાં BZ પોન્ઝી સ્કીમ બાદ વધુ એક સ્કીમે લોકોને રડાવ્યા છે. ધ બિગબુલ ફેમિલી નામની પેઢી ખોલી રોકાણકારો પાસેથી મોટું રોકાણ કરાવ્યું હતું અને આશરે 15 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી આ પેઢી બંધ કરીને શખ્સ ફરાર થઇ ગયા છે. આ મામલે રોકાણકારોએ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમે લોકોને રડાવ્યા

ધ બિગબુલ ફેમિલી નામની પેઢીએ સાબરકાંઠા અને અરવલ્લીમાં રોકાણકારોને આકર્ષિત કરીને મોટું પોન્ઝી સ્કીમ ચલાવ્યું હતું. આ પેઢીએ રોકાણકારો પાસેથી 2 લાખથી 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરાવ્યું અને તેને 15 કરોડ રૂપિયાથી વધુનું ફૂલેકું ફેરવી દીધું. આ સ્કીમમાં માસિક 4થી 5 ટકા વળતરનું વચન આપીને લોકોને ફસાવવામાં આવ્યા હતા. છેલ્લા છ મહિનાથી પેઢીની ઓફિસને તાળા લાગ્યા છે અને માલિકો ભુગર્ભમાં ઉતરી ગયા છે.

આ પોન્ઝી સ્કીમમાં મુખ્ય સંચાલકો જગદીશગીરી ગોસ્વામી, ચૌહાણ વિપુલસિંહ બાદરસિંહ, પટેલ પ્રમોદ જયંતી ભાઇ અને ત્રિવેદી મેહુલ મહેન્દ્ર ભાઇએ રોકાણકારોને એગ્રીમેન્ટ અને ચેક આપીને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો પરંતુ વળતર મળવાનું બંધ થતાં જ ફ્રોડનો ખુલાસો થયો હતો.

સાબરકાંઠા અને અરવલ્લીમાં વધુ એક પોન્ઝી સ્કીમમાં લોકોના પૈસા ફસાતા મોટી સંખ્યામાં રોકાણકારો એસપી સહિત એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. રોકાણકારોએ લેખિતમાં ફરિયાદ આપ્યા બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો