મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહીસાગર/ સંતરામપુરના પરથમપુરમાં મતદારોમાં અનેરો ઉત્સાહ

દાહોદ લોકસભા બેઠકના સંતરામપુર તાલુકાના પરથમપુર બુથ પર ફરી મતદાન થઇ રહ્યું છે.

મહીસાગર/ સંતરામપુરના પરથમપુરમાં મતદારોમાં અનેરો ઉત્સાહ

દાહોદ લોકસભા બેઠકના સંતરામપુર તાલુકાના પરથમપુર બુથ પર ફરી મતદાન થઇ રહ્યું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરના પરથમપુર મતદાન મથક ખાતે પુન: મતદાનને લઇને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યોં છે. સવારે 7થી 11 વાગ્યા સુધી પરથમપુર બુથ પર 26.72 ટકા મતદાન નોંધાયું છે. મતદાન શરૂ થતાની સાથે જ વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. મહિલા સહિત પુરૂષો મોટી સંખ્યામાં પરથમપુર બુથ ઉપર પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. પરથમપુર મતદાન મથક ખાતે 1224ના મતદાન સામે 327 મત મત પેટીમાં પડ્યા છે.

 ચૂંટણી પંચ દ્વારા બુથનું લાઇવ વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા પરથમપુરના એક બુથ પર ભાજપના નેતાના પુત્ર દ્વારા 7 મેએ ચૂંટણી દરમિયાન બુથ કેપ્ચર કરવામાં આવ્યું હતું. તે બાદ ચૂંટણી પંચ દ્વારા ફરી મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પરથમપુરમાં કલમ 144 લાગુ

પરથમપુરમાં મતદાન પહેલા કલમ 144 લાગુ કરવામાં આવી હતી. મતદાન દરમિયાન પરથમપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  પરથમપુરમાં 618 પુરૂષ અને 606 સ્ત્રી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

પરથમપુરમાં ફરી થઇ રહ્યું છે મતદાન

દાહોદ લોકસભા બેઠકમાં આવેલા મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં મતદાન મથકમાં બુથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ભાજપના નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હતું. આ બુથ કેપ્ચરિગને લઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ બુથ પર ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો બુથ કેપ્ચરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે તે બાદ ફરી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો. ચૂંટણી પંચે પણ ઘટનાની ગંભીર નોંધ લઇને બુથ નંબર 220ના પ્રીસાઇડિંગ કર્મચારી, આસિસ્ટન્ટ પ્રીસાઇડિંગ કર્મચારી અને અન્ય ચાર કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો