AHMEDABAD : નિકોલ વિસ્તારમાં યુવકની હત્યા કરનાર ફરાર પોલીસકર્મી લલિત પટણીની ધરપકડ
Ahmedabad News : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ગજાનંદ ફ્લેટની બહાર જાહેર રોડ પર પોલીસકર્મી સહીત 6 શ

Ahmedabad News : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ગજાનંદ ફ્લેટની બહાર જાહેર રોડ પર પોલીસકર્મી સહીત 6 શખ્સોએ ભેગા થઈને બાદલ પટણી નામના યુવકની હત્યા કરી નાખી હતી. આ મામલે નિકોલ પોલીસે આરોપી પોલીસકર્મી લલિત પટણીની ધરપકડ કરીને ફરાર પાંચ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
નિકોલ વિસ્તારમાં ગજાનંદ ફ્લેટની બહાર ફ્રુટની લારી પર ધંધો કરી રહેલા બાદલ પટણી નામના શખ્સની પિતરાઈ બહેન સાથે આરોપી પોલીસકર્મી લલિત પટણીને એકતરફી પ્રેમ સંબંધ હતો. આ બાબતની જાણ યુવતીના પિતરાઈ ભાઈ બાદલને થતા લલિત પટણીને ઠપકો પણ આપ્યો હતો.
આ બાબતની અદાવત રાખીને ગત 22 જુનના રોજ લલિત પટણીએ તેના પાંચ સાથીદારોને લઈને ગજાનંદ ફ્લેટની બહાર જાહેર રોડ પર ફ્રુટની લારી લઈને ઉભેલા બાદલ સાથે માથાકૂટ કરવાનું શરુ કરી દીધું હતું.
આ દરમિયાન જી ડીવીઝન ટ્રાફિકમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લલિત પટણી અને તેની સાથે આવેલા લોકોએ ભેગા મળીને બાદલ પટણીને લોખંડની પાઈપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આસપાસના લોકો ભેગા થઇ જતા પોલીસકર્મી લલિત પટણી સહિત તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. બનાવના પગલે નિકોલ પોલીસે લલિત પટણી સહિત 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.








