મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસમાં 481 વાહનચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરશે પોલીસ

અમદાવાદમાં ચાલી રહેલી વાહનચેકિંગ અને કોમ્બીંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે અનેક ગુના નોંધ્

અમદાવાદ : ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસમાં 481 વાહનચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરશે પોલીસ

અમદાવાદમાં ચાલી રહેલી વાહનચેકિંગ અને કોમ્બીંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે અનેક ગુના નોંધ્યા છે.  અમદાવાદ શહેર પોલીસે  ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસ અંગે સૌથી મોટી કાર્યવાહી કરીને 481  વાહનચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી છે.  માત્ર નવ દિવસ દરમિયાન વાહનચેકિંગમાં નોંધાયેલા ગુનામાં આ કાર્યવાહી થઇ છે. આ માટે પોલીસે વાહનચાલકોના લાયસન્સની વિગતો  આરટીઓમાં મોકલી આપી છે. 

નવ દિવસ કોમ્બીંગ અને વાહનચેકિંગની ડ્રાઈવ 

અમદાવાદમાં ગત 25મી નવેમ્બરથી 1 ડીસેમ્બર દરમિયાન પોલીસે કોમ્બીંગ અને વાહનચેકિંગની ડ્રાઈવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવના એક હજારથી વધારે ગુના નોંધીને વાહનો જપ્ત કર્યા હતા, જે પૈકી 481 વાહનચાલકો પાસે ડ્રાઇવીંગ લાયસન્સ હતા અને બાકીના અન્ય વાહનચાલકો  લાયસન્સ વિના વાહન ચલાવતા હતા, જે તમામ વિરુદ્ધ અમદાવાદ પોલીસે મોટર વ્હીક્લ એક્ટની કલમ 185 હેઠળ ગુના નોંધ્યા છે. 

ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ગુનામાં આકરી કાર્યવાહી કરો : પોલીસ કમિશ્નર 

આ અંગે સેક્ટર-1ના એડીશનલ પોલીસ કમિશનર નિરજ બડગુર્જરે જણાવ્યું કે  પોલીસે 481 ડઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે, જે માટે ટ્રાફિક વિભાગ જરૂ કામગીરી પૂર્ણ કરીને RTOને ડેટા  મોકલશે.  ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ગુનામાં  સૌથી આકરી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર જી એસ મલિકે તમામ ઉચ્ચ  પોલીસ અધિકારીઓને સુચના પણ આપી છે. 

8 દિવસમાં 1.07 લાખ વાહનો ચેક કરાયા, 73 લાખનો દંડ વસૂલાયો

અમદાવાદ શહેરમાં પોલીસે 8 દિવસની ડ્રાઇવ દરમિયાન 1.07 લાખ વાહનો ચેક કર્યા હતા, જેમાં 9862 ગુના નોંધીને 73 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.  આ ગુનાઓમાં કુલ 4689 વાહનો  જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે એક હજારથી વધારે કેસ બ્લેક ફિલ્મ અને વાંધાજનક નંબર પ્લેટના હતા. 

આગામી દિવસોમાં પણ સમગ્ર શહેરમાં પોલીસની ડ્રાઈવ ચાલુ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી છે અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો