મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી મામલે પોલીસે તલાટીના મિત્રના ઘરે પાડ્યા દરોડા, સરકારી દફતર ઝડપાયું

રાજ્યના પંચમહાલ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.જેમાં પ

રાજ્યના પંચમહાલ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.જેમાં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં બોગસ લગ્ન નોંધણીના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાંબુઘોડા પોલીસે કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલની ધરપકડ કરી છે.તલાટી મેઘવાલે તપાસ દરમિયાન કબૂલ્યું હતું કે તેમણે લગ્ન નોંધણી સહિતના સરકારી દસ્તાવેજો કાલોલના ડેરોલ ખાતે તેમના મિત્રના ઘરે છુપાવ્યા હતા.પોલીસે મેઘવાલને સાથે રાખી ડેરોલ ખાતે દરોડા પાડ્યા હતા

.પોલીસ પૂછપરછ દરમિયાન તલાટીએ કબૂલાત કરી હતી કે તેણે ગ્રામ પંચાયતના લગ્ન નોંધણીના રજિસ્ટર અને અન્ય સરકારી દસ્તાવેજો કાલોલ તાલુકાના ડેરોલ ગામે રહેતા તેના મિત્રના ઘરે મૂક્યા છે. આ કબૂલાતના આધારે પોલીસે તલાટી અર્જુન મેઘવાલને સાથે રાખીને ડેરોલ ગામે દરોડા પાડ્યા હતા. ત્યાં આવેલા એક રહેણાંક મકાનમાંથી પોલીસે કણજી પાણી અને કરા ગ્રામ પંચાયતના લગ્ન નોંધણીના તમામ દસ્તાવેજો, લગ્ન નોંધણી રજીસ્ટર, કોરા લગ્ન નોંધણી સર્ટિફિકેટ અને વર્ષ 2025 દરમિયાન કણજી પાણી ગ્રામ પંચાયતમાં થયેલા લગ્ન નોંધણીના તમામ દસ્તાવેજો સહિતનું રેકોર્ડ જપ્ત કર્યું છે. પોલીસે આ તમામ સાહિત્ય કબ્જે કરી આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે અને કેટલા બોગસ સર્ટિફિકેટ ઇશ્યુ થયા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

 કોરા સર્ટિફિકેટ અને વર્ષ 2025માં થયેલા તમામ લગ્ન નોંધણીના દસ્તાવેજો કબજે કર્યા

પોલાીસે દરોડા દરમિયાન કણજીપાણી અને કરા ગ્રામ પંચાયતના લગ્ન નોંધણી રજિસ્ટર, કોરા સર્ટિફિકેટ અને વર્ષ 2025માં થયેલા તમામ લગ્ન નોંધણીના દસ્તાવેજો કબજે કર્યા છે.પોલીસે હવે બોગસ લગ્ન નોંધણીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

શું હતો સમગ્ર વિવાદ? 

કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ પોતે કબૂલાત કરતા જોવા મળ્યા હતા કે તેમણે એક જ વર્ષમાં અંદાજે 2000 જેટલા લગ્નની નોંધણી કરી છે. વીડિયોમાં તેઓ એવું પણ કહેતા સંભળાયા હતા કે, એક લગ્ન નોંધણી દીઠ તેઓ 2500 રૂપિયા લેતા હતા અને આ રીતે તેમણે કુલ 50 લાખ રૂપિયા કમાઈને રાજસ્થાનમાં જમીન પણ ખરીદી છે.

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનો આક્ષેપ 

આ મામલે પટેલ સમાજના એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવે છે અને કણજીપાણીના તલાટી ખોટી રીતે લગ્ન નોંધણી કરી રહ્યા છે. આ બાબત સામે આવતા જ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.મીડિયા અહેવાલો અને વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત, સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો