મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડબ્બા ટ્રેડીંગમાં ઝડપાયેલ દિપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની સંપત્તિ મામલે પોલીસનો મોટો ખુલાસો

અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ક્રિકેટ બેટીંગ

ડબ્બા ટ્રેડીંગમાં ઝડપાયેલ દિપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની સંપત્તિ મામલે પોલીસનો મોટો ખુલાસો

અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ક્રિકેટ બેટીંગના ગુનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાલી રહી છે. આ  ગુનામાં શેરબજારના ડબ્બા ટ્રેડીંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર મુખ્ય આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કરને પ્રત્યાર્પણ દરખાસ્ત આધારે દુબઈ ખાતેથી લાવવામાં આવ્યો હતો.

પોલીસને દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કરના તા.૦૬/૦૯/૨૦૨૪ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મળ્યા છે. પોલીસ કસ્ટડી રીમાન્ડ દરમ્યાન આરોપી દિપક ઠક્કરના ઘરની ઝડતી તપાસ કરતાં તેના ઘરેથી રોકડા રૂપિયા ૪,૫૦,૦૦૦/- મળી આવતાં સઘન પુછપરછ શરુ કરી હતી જેમાં મહત્ત્વના ખુલાસા થયા છે.

પોલીસ તપાસમાં દિપક ઠક્કરના નામે તથા તેના કુટુંબીઓના નામે નીચે મુજબની સંપત્તિ હોવાનું જણાઈ આવ્યું છે.

(1) ડીસામાં પાટણ રોડ ઉપર રેલ્વે ફાટક પાસે છેલ્લા ત્રણ વર્ષથી એક સી.એન.જી. ગેસનો પંપ છે જે પંપ જુના ડીસામાં રહેતાં ફિરોઝભાઈ ચલાવે છે.

(2) ડીસામાં નિલકમલ સોસાયટીમાં ૧૨૦૦ ફુટના ત્રણ પ્લોટ છે.

(3) ડીસામાં રાજકમલ પાર્કમાં ૧૩૭૫ ફુટ જગ્યામાં તેના અને તેની પત્નિના સંયુક્ત નામે મકાન છે.

(४) ડીસામાં પાલનપુર હાઈવે પર ડીસન્ટ હોટલની પાસે એક ૪૯૫૦ ફુટનો પ્લોટ છે.

(5) એ.પી.એમ.સી ડીસામાં એક દુકાન છે.

(6) ભાભર ખાતે ૧૧ વિદ્યા ખેતીની જમીન આવેલ છે.

(8) ડીસા ખાતે ૧૧ વિદ્યા ખેતીની જમીન આવેલ છે.

(9) અમદાવાદ પકવાન ચાર રસ્તા પાસે ટાઈટેનીયમ વન કોમર્શીયલ બિલ્ડીંગમાં બે ઓફીસની દુકાનો આવેલ છે જે બન્ને દુકાનો હાલ ભાડે આપેલ છે.

(૧૦) અમદાવાદ આનંદનગર વિસ્તારમાં આવેલ પી.એન.ટી.સી. બિલ્ડીંગમાં બે ઓફીસો આવેલ છે.

(૧૧) અમદાવાદ સાયન્સ સીટી બેબીલોન ક્લબની પાછળ ૩૬૦૦ વારનો એક પ્લોટ છે.

(૧૨) અમદાવાદ ભુયંગદેવ ચાર રસ્તા પાસે આવેલ કાલુપુર બેંકમાં એક લોકર છે.

(13) અમદાવાદ સતાધાર ચાર રસ્તા પાસે આવેલ કોટલ મહિન્દ્રા બેંકમાં એક લોકર છે.

(14) હોન્ડા કંપનીની બ્રિઓ તથા ટોયટો કંપનીની ઈનોવા ફોરવ્હિલ જે બન્નેનો રજી.નં-૪૯૮૧

(15) દુબઈમાં નિશાન કંપની ફોરવ્હિલ રજી.નં-૩૪૮૨૫

પોલીસ દ્વારા હાલ આ તમામ સ્થાવર તેમજ જંગમ મિલકતો અંગેની વધુ તપાસ હાલમાં ચાલુ છે.

આ સમાચાર શેર કરો