પીએમ મોદી અમદાવાદ-ભુજ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે, જાણો આ ખાસ ટ્રેનની તમામ વિગતો
Ahmedabad-Bhuj Vande Metro Train : મુસાફરોની સુવિધા અને તેમની માંગ

Ahmedabad-Bhuj Vande Metro Train : મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે શરૂ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી આવતી કાલે 16 સપ્ટેમ્બરે આ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.
અમદાવાદ-ભુજ વંદે મેટ્રો ટ્રેનની વિશેષતાઓ
- સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 AC કોચ છ, જેમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે.
- અમદાવાદ-ભુજ વંદે મેટ્રો ટ્રેન નવ સ્ટેશનો પર ઉભી રહેશે અને મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે 5 કલાક 45 મિનિટમાં 360 કિલોમીટરનું અંતર કાપશે.
- આ ટ્રેન સવારે 5.05 વાગ્યે ભુજથી ઉપડશે અને સવારે 10.50 વાગ્યે અમદાવાદ જંકશન પહોંચશે, ટ્રેનનું પ્રારંભિક ભાડું રૂ.30 છે.
- વંદે મેટ્રો ટ્રેનના મુસાફરો ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકશે આ મેટ્રો ટ્રેનમાં વંદે ભારત જેવી આરામદાયક સીટો છે.
- આ ટ્રેનમાં 1,150 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા છે જ્યારે 2,058 મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી શકશે.
આ ટ્રેનની નિયમિત સંચાલનની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ – ભુજ વંદે મેટ્રો (અનારક્ષિત)
ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ વંદે મેટ્રો શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી 17:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23:10 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 17 સપ્ટેમ્બર 2024થી દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો રવિવાર સિવાય દરરોજ 05.05 કલાકે ભુજથી ઉપડશે અને તે જ દિવસે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 18 સપ્ટેમ્બર 2024થી દોડશે.
બંને દિશામાં આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સમાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશન પર ઉભી રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.








