PM મોદીએ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્દઘાટન કર્યું, 20 લાખ રોજગારનું થશે સર્જન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી મહાત્મા મંદિર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની ઉદ્ધાટનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ મહાત્મામંદિરમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે.
આ યોજના થકી 20 લાખ રોજગારીનું સર્જન થશે
સૌર ઊર્જાનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘2030 સુધી રિન્યુએબલ એનર્જી પાર પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો અભ્યાસ કરવો જોઇએ. આ યોજના થકી ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઇ રહ્યું છે. 3 લાખથી વધુ ઘરમાં આ યોજના થકી સોલાર ઇન્સ્ટોલેશનનું કામ પૂરૂં થઇ ગયું છે. એક નાનકડો પરિવાર સરેરાશ 250 યુનિટની વીજળીની ખપત કરે છે, જે હવે 25 હજાર રૂપિયા બચત કરશે. ગ્રીન જોબની તકો ઘણી ઝડપથી વધશે, વેન્ડરોની જરૂર પડશે. આ યોજના થકી 20 લાખ રોજગારીનું સર્જન થશે.
અમારું લક્ષ્ય ફક્ત ટોચે પહોંચવાનું નથી. ગ્રીન પાવરના આધારે અમે ભવિષ્ય સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. જે વિકાસશીલ દેશો નથી કરી શક્યા, તે ભારતે કરી બદાવ્યું છે. રૂફ ટોપ સોલાર યોજનાથી દેશના તમામ ઘર પાવર પ્રોજેક્ટ બની જશે. અત્યાર સુધી સવા ત્રણ લાખ ઘરોમાં સોલાર ઈન્સ્ટોલેશન થઈ ગયું છે. આ યોજનાથી 20 લાખ રોજગારીનું પણ સર્જન થશે.
મહાત્મા ગાંધીના જીવનના પાયામાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટ હતું. આપણે પણ માનવજાતના ભવિષ્યની ચિંતા કરવાની છે અને આપણા એ જ સંસ્કાર છે. ભારત આગામી એક હજાર વર્ષનો આધાર તૈયાર કરી રહ્યું છે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી.
60 વર્ષ પછી સતત આ સરકાર ત્રીજીવાર ચૂંટાઇ
60 વર્ષ પછી સતત આ સરકાર ત્રીજીવાર ચૂંટાઇ છે. 140 કરોડ ભારતીય ટોપ 3 ઇકોનોમીમાં પહોંચાડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આ ઇવેન્ટ ભારતને ડેવલોપમેન્ટ ભાગ બનાવવાનો એક્શન પ્લાન છે.
પીએમ મોદીએ કહ્યું કે, એનર્જીના ફ્યુચર, ટેક્નોલોજી,પોલિસી પર ગંભીર ચર્ચા
પીએમ મોદીએ કહ્યું કે, એનર્જીના ફ્યુચર, ટેક્નોલોજી,પોલિસી પર ગંભીર ચર્ચા થશે. જે પણ વિચારીશું એ સમગ્ર માનવજાત માટે ઉપયોગી થશે. દેશની જનતાએ સાત વર્ષ સુધી આ જ સરકાર પર વિશ્વાસ દેખાડ્યો, દેશના તમામ વર્ગોને અમારી સરકાર પર વિશ્વાસ છે. વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા દેશવાસીઓનો પ્રયાસ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું હતું અને ચરખો પણ ચલાવ્યો હતો. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી શાલ વડે સ્વાગત કર્યું હતું. ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં હાજર તમામ લોકોનું સ્વાગત કરવા સાથે PM મોદીઓ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનવા તરફ આગળ વધતુ જઇ રહ્યુ છે. ગ્રીન એનર્જી માટે અનેક નિર્ણયો લેવાયા છે
પીએમ મોદીએ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી
પીએમ મોદીએ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ગાંધીનગરના વાવોલની શાલિન-2 સોસાયટીમાં એક બંગલા પર લગાવેલી સોલાર પેનલ નિહાળી હતી. આ સાથે જ તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપવા અમદાવાદ પહોંચ્યા હતા.
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપવા ગાંધીનગર પહોંચ્યા છે. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ પણ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)માં હાજરી આપવા ગાંધીનગર પહોંચ્યા હતા.








