આઝાદીના 100 વર્ષે હિંદુસ્તાન વિકસિત ભારત હોવું જોઇએ, પીએમ મોદીએ કોંગ્રેસ સામે ફેંક્યા ત્રણ પડકાર
ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોનો રિઝવવા માટે

ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોનો રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પીએમ મોદીએ આણંદની વલ્લભ વિદ્યાનગરની સભાની શરૂઆતમાં કહ્યું છે કે આણંદે આજે ઘણા રેકોર્ડ તોડ્યા છે. આણંદ અને ખેડામાં ચૂંટણીમાં ઘણા રેકોર્ડ તોડશે. પીએમ મોદીએ કહ્યું આણંદમાં જ્યાં જુઓ ત્યાં કેસરીયો જ દેખાઈ રહ્યો છે. .
સીએમ તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું. મે દેશને ગેરંટી આપી છે 24/7 અને 2047, અને આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ છે. 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિંદુસ્તાન વિકસિત ભારત હોવું જોઇએ.
10 વર્ષમાં એક ગુજરાતી ચાવાળાએ દેશની ઈકોનોમીને 11 નંબરમાંથી 5 નંબર પર પહોંચાડી
10 વર્ષમાં એક ગુજરાતી ચાવાળાએ દેશની ઈકોનોમીને 11 નંબરમાંથી 5 નંબર પર પહોંચાડી દીધી. UPAના કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા 11મા ક્રમે હતી. દેશમાં પહેલા બે બંધારણ હતા, અને બે ઝંડા હતા. જમ્મુ-કાશ્મીરમાં પહેલા બંધારણ લાગુ નહોતું થતું.
મોદી સરકારે એક ઝાટકે 370 હટાવીને સરદાર સાહેબનું સપનું પૂર્ણ કર્યું. આ સરદાર પટેલની ભૂમિ પરથી આવેલા દીકરાએ 370ને જમીનદોસ્ત કરી દીધુ અને સરદાર સાહેબને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી. મે દુનિયાનું સૌથી મોટું સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં લગભગ 60 ટકા ગ્રામીણ લોકો પાસે શૌચાલય નહોતા
દેશે 10 વર્ષ ભાજપનો સેવાકાળ પણ જોયો છે, અને કોંગ્રેસનો 60 વર્ષનો શાસનકાળ પણ જોયો. કોંગ્રેસના શાસનમાં લગભગ 60 ટકા ગ્રામીણ લોકો પાસે શૌચાલય નહોતા. 2014માં તમે આ તમારા દીકરાને ગુજરાતથી દિલ્હી મોકલીને દેશની સેવા કરવાનો આદેશ આપ્યો. અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. 10 વર્ષમાં અમે 50 જનધન બેન્ક ખાતા ખોલાવ્યા.
પાકિસ્તાન કોંગ્રેસના શહેજાદાને PM બનાવવા માંગે છે
કોંગ્રેસની સરકાર પાકિસ્તાનને ડોઝિયર આપતી હતી. મોદીની મજબૂત સરકાર ડોઝિયરને બદલે ડોઝ આપે છે. જે દેશ આતંક એક્સપોર્ટ કરતું હતું. તે આજે ભીખ માંગી રહ્યું છે. લોટ માટે ઠેર ઠેર લોન માંગી રહ્યો છે. મોદીની મજબૂત સરકાર ઝૂકતી નથી અને રોકાતી નથી.
પાકિસ્તાન કોંગ્રેસના શહેજાદાને PM બનાવવા માંગે છે. વિશ્વના વિકાસને ભારત જ ગતિ આપી શકે તેમ છે, તેવો દુનિયાનો મત છે. પીએમ મોદીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચે પાર્ટનરશીપ છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે ફસાયેલા લોકો બહાર નીકળવા માગતા હતા. ત્યાંથી બહાર નીકળવું હોય તો એક જ પાસપોર્ટ ચાલતો હતો. એ આપણો તિરંગા ઝંડા વાળો પાસપોર્ટ.
મોદીની મજબૂત સરકાર ઝૂકતી નથી
કોંગ્રેસ આજે એક ફેક ફેક્ટરી બની ગઈ છે, કોંગ્રેસે હવે સંપૂર્ણ જનાધાર ગુમાવી દીધો છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ છે. ગરીબ અને OBC સમુદાયે કોંગ્રેસને જાકારો આપ્યો. કોંગ્રેસે આદિવાસીઓના નામે ફક્ત રાજનીતિ કરી. કોંગ્રેસે SC-ST અને OBCને અંધારામાં રાખ્યા.
કોંગ્રેસ અને તેમના સમર્થકોને PM મોદીના ત્રણ પડકાર
- કોંગ્રેસ ગેરંટી આપે કે તે સંવિધાન બદલીને ધર્મના આધાર પર મુસલમાનોને આરક્ષણ નહીં આપે, દેશના ભાગલા પાડવાનું કામ નહીં કરે
- SC, ST, OBCને મળનારા આરક્ષણના અધિકારને નહીં છીનવે
- જે જે રાજ્યમાં કોંગ્રેસ અને તેમના સાથીઓની સરકાર છે, તે ક્યારેય વોટબેંકની ગંદી રાજનીતિ નહીં કરે અને બેકડોરથી OBCનો કોટા કાપીને મુસલમાનોને આરક્ષણ નહીં આપે.








