સુરતમાં ઓવરબ્રિજ પર દેખાયા ભ્રષ્ટાચારના ખાડા, RCCના રોડ પર દેખાવા લાગ્યા સળિયા
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને રસ્

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને રસ્તાઓની હાલ કથળી રહી છે. ત્યારે ફરી શહેરમાં ભ્રષ્ટાચારના ખાડા દેખાવા લાગ્યા છે. જહાંગીપુરા બ્રિજ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલકો ભારે ત્રસ્ત થઈ ગયા છે. અવારનવાર રોડ પર ખાડા પડી જતાં હોવાથી સ્થાનિકો તંત્રની કામગીરીને રોષે ભરાયા છે.
વેઠ ઉતારાતી હોવાના આક્ષેપ
સુરતના જહાંગીરપુરા ઓવરબ્રિજ પર ખાડા પડી જતા બ્રિજ પરના સળિયા દેખાવા લાગ્યાં છે. ખાડા અને સળિયાને લઇ લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. લોકો આ ખાડાથી બચી બચીને જવા પર મજબુર થયા છે. પહેલાં ડામર રોડ પર ખાડા પડતા હતા. ત્યારે હવે RCC રોડ પર મોટા ખાડા પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.તો કેટલીક જગ્યા એ ખાડા પૂરવાના નામે વેઠ ઉતારી હોઈ તેવું લાગી રહ્યું છે.
સળિયાને લીધે વાહનચાલકો પરેશાન
સ્થાનિક વાહન ચાલકો કહી રહ્યા છે કે, રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે. ડેન્જર ખાડા પડ્યા છે. ડામરમાં ધોવાણ થાય પણ સિમેન્ટના રોડ પર આવા ખાડા પડે તે ખરાબ બાબત છે. સળિયાના લીધે પંચર પણ પડી શકે છે. આરસીસીના રોડ પર ડામરના થીંગડા મારવામાં આવી રહ્યાં છે. જેથી વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.








