મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પીતા ગુજરાત!, દિવાળીના તહેવારોમાં પરમિટ ધારકોએ 4 કરોડનો દારૂ ઢીંચ્યો, બુટલેગરોએ 20 કરોડનો 'માલ' વેચ્યાની આશંકા

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી હોય તેવા ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે

પીતા ગુજરાત!, દિવાળીના તહેવારોમાં પરમિટ ધારકોએ 4 કરોડનો દારૂ ઢીંચ્યો, બુટલેગરોએ 20 કરોડનો 'માલ' વેચ્યાની આશંકા

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી હોય તેવા ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની 25 જેટલી લિકર પરમિટવાળી હોટલોમાંથી અંદાજે ચાર કરોડ રૂપિયાનો દારૂ વેચાઈ ગયો છે. ગુજરાતમાં પરમિટવાળો દારૂ આટલો વેચાયો તો ગેરકાયદે રીતે કેટલો દારૂ વેચાયો હશે એ અટકળનો જ વિષય છે.

આ પણ વાંચોઃશાહજાહથી 4.72 કરોડનું સોનું આ રીતે લાવતા બે પકડાયા, સુરત એરપોર્ટ પર દાણચોરો સામે કાર્યવાહી

20 કરોડ રૂપિયાનો દારૂ ગેરકાયદે રીતે વેચાયો 

પ્રોહિબિશન વિભાગ આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ બોલવા તૈયાર નથી પણ પોલીસની રહેમનજર હેઠળ દિવાળીના તહેવારોમાં 20 કરોડ રૂપિયાનો દારૂ ગેરકાયદે રીતે વેચાયો હોવાનું પ્રોહિબિશન વિભાગના સૂત્રો નામ નહીં દેવાની શરતે કહી રહ્યા છે.

પરમિટવાળા દારૂના વેચાણમાં સરકારને ટેક્સની આવક

પરમિટવાળી હોટલમાંથી દારૂનું જે વેચાણ થયું છે તેમાંથી સરકારને 5 કરોડ રૂપિયાથી વધારે ટેક્સની આવક થઈ હોવાનું કહેવાય છે. પરમિટવાળા દારૂની બોટલ 100 ટકાથી 400 ટકા સુધીનો ટેક્સ લેવામાં આવે છે.

25 હોટલો પાસે લિકરની પરમિટ 

સૂત્રોના દાવા પ્રમાણે, પ્રોહીબિશનના જ કેટલાક અધિકારીઓ વહીવટદાર તરીકે કામ કરીને બીજાની પરમિટનો ઉપયોગ કરીને દારૂની બોટલો મેળવી રહ્યા છે. અમદાવાદમાં સી.જી.રોડ, સુભાષ બ્રિજ, મીઠાખળી, કોમર્સ છ રસ્તા, સિંધુ ભવન રોડ, એસ.જી. હાઇવે અને ગાંધીનગરની મળીને 25 હોટલોને લિકરની પરમિટ આપવામાં આવી છે.

તહેવારોમાં એક કરોડનો દારૂ વેચાયો

દિવાળીના તહેવારો શરૂ થતાં જ લિકર પરમિટ ધરાવતા લોકો હોટલોમાંથી દારૂની બોટલો અને બિયર લેવા તૂટી પડયા હતા. અમદાવાદની એક હોટલમાંથી તો દિવાળીના તહેવારોમાં એક કરોડનો દારૂ વેચાયો હોવાનું કહેવાય છે. મોટા ભાગની લિકર પરમિટ ધરાવતી હોટલોએ તહેવારો દરમિયાન રોજ પાંચથી દસ લાખ રૂપિયાની દારૂની બોટલોનું વેચાણ કર્યું છે. 

અન્ય રાજ્યોમાંથી જંગી પ્રમાણમાં દારૂ અમદાવાદમાં ઠલવાયો 

દિવાળી બાદ જાહેર રજાઓ આવતી હોવાના કારણે પરમિટ ધારકો દારૂ અને બિયરનો સ્ટોક ભરપૂર કરીને બેસી ગયા હતા. બીજી તરરફ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી પણ ગેરકાયદે રીતે પણ જંગી પ્રમાણમાં દારૂ અમદાવાદમાં ઠલવાયો હતો અને સામાન્ય ભાવ કરતાં બમણા ભાવે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થયું હતું.

આ સમાચાર શેર કરો