મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હોટલમાં રોકાતા લોકો ખાસ વાંચે આ સમાચાર, હિડન કેમેરાથી કસ્ટમરોની અંગત પળોનો વીડિયો બનાવ્યો પછી...

ગુજરાત નજીક આવેલા સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળેથી ચોંકાવનારી ખબર સામે આવી છે. જ્યાં આવેલી ખાનગી હોટેલમા

હોટલમાં રોકાતા લોકો ખાસ વાંચે આ સમાચાર, હિડન કેમેરાથી કસ્ટમરોની અંગત પળોનો વીડિયો બનાવ્યો પછી...

ગુજરાત નજીક આવેલા સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળેથી ચોંકાવનારી ખબર સામે આવી છે. જ્યાં આવેલી ખાનગી હોટેલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. હોટલના રૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરોની અંગતપળોને કેદ કરાતી હોવાની વાત જાણવા મળી હતી. આ મામલે પોલીસે હોટલ સંચાલક અને મેનેજરની ધરપકડ કરી છે.

અંગત પળોનું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થતું

ઘટના દીવના બૂચરવાડામાં આવેલી કેશવ હોટેલની છે. જ્યાં પોલીસે દરોડા પાડતા આખો મામલો પ્રકાશમાં આવ્યો છે. દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ 6 મહિનાથી સંજય રાઠોડ નામનો શખ્સ ચલાવે છે. તેણે રેંટ પર લીધી હતી, પરંતુ એકાદ મહિનાથી હોટલના એક રૂમ અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં એક યુવતી પણ મસાજ કરવાના નામે રાખવામાં આવી હતી. આ યુવતી સાથેની અંગત પળોનું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થતું હતું.

આ પણ વાંચોઃ VIDEO: 'પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કરસનભાઈને ના ખબર પડે': હાર્દિક પટેલનો વળતો જવાબ

આ રીતે ગોઠવ્યો હતો કેમેરો

આ હિડન કેમેરો કોઈને ખબર ન પડે તે રીતે સ્વીચમાં ગોઠવવામાં આવ્યો હતો. દીવ પોલીસને હ્યુમનસોર્સથી આ જાણકારી મળતા હોટેલમાં રેડ કરી હતી અને હોટેલ મેનેજર-સંચાલક બંનેની ધરપકડ કરવામાં આવી હતી. દીવ પોલીસે હોટલ સંચાલક સંજય રાઠોડ અને મેનેજર અબ્બાસુ મન્સૂરીની ધરપકડ કર્યા બાદ મોબાઈલ ફોન ચેક કરતા તેમાં હોટેલ રૂમ અંદર યુવતી સાથેની પળોના વીડિયો પણ મળી આવ્યા છે. હોટેલ સંચાલક અને મેનેજર હિડન કેમેરામાં વીડિયો શૂટ થયા બાદ રૂપિયાની ડિમાન્ડ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. 

આ સમાચાર શેર કરો