મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કરસનભાઈને ના ખબર પડે': હાર્દિક પટેલનો વળતો જવાબ

પાટણ ખાતે 42-લેઉવા પાટીદાર સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા નિરમાના ચેરમેન કરસન પટેલે પાટીદાર

VIDEO: 'પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કરસનભાઈને ના ખબર પડે': હાર્દિક પટેલનો વળતો જવાબ

પાટણ ખાતે 42-લેઉવા પાટીદાર સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા નિરમાના ચેરમેન કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન વિશે મીડિયા સમક્ષ મોટું નિવેદન આપ્યું હતું. ત્યારે આ નિવેદનનો ધારાસભ્ય હાર્દિક પટેલે વળતો જવાબ આપ્યો છે. કરસનભાઈએ પાટીદાર આનામત આંદોલનના નેતાઓ પર આડકતરો પ્રહાર કરતા કહ્યું હતું કે, કોઇના ઇશારે  પાટીદાર અનામત આંદોલન ઉભુ કરીને આનંદીબેન પટેલ જેવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીપદેથી હટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારોને હજી સુધી ન્યાય નથી મળ્યો. ત્યારે આ સમગ્ર મામલે હાર્દિક પટેલે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કરસનભાઈને ના ખબર પડે.

આ પણ વાંચોઃ VIDEO : પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને મુખ્યમંત્રીપદેથી હટાવવાનું કાવતરું હતું, જાણો કોણે આપ્યું આ નિવેદન

ઉલ્લેખનીય છે કે, રવિવારે પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણિતા ઉદ્યોગપતિ અને નિરમા કંપની માલિક કરસન પટેલે ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્ટોફક નિવેદનમાં આપતાં કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલને હટાવવાનું કાવતરું હતું. લેઉવા પાટીદાર સમાજની દીકરીને મુખ્યમંત્રી પદેથી દૂર કરી આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે. તેમના આ નિવેદન બાદ ભરશિયાળે રાજકીય માહોલ ગરમાયો છે. 

આંદોલનમાં કશું મળ્યું નહી

પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત કોઇ દિવસ હાથ લંબાવે નહી, તે હંમેશા કંઇ ને કંઇ આપે. આપણા ત્યાં આંદોલન થયું તે આંદોલન કરનારા પાટીદાર જ હતા. આંદોલનમાં કશું મળ્યું નહીં, આપણા પાટીદાર યુવાનોએ શહીદે વ્હોરી. ખરેખર આ આંદોલન હતું કે પછી કોઇને કાઢવા માટેનું કાવતરું હતું, કારણ કે પટેલો પટેલોને જ કાઢે એ શક્ય નથી. આ એક સંશોધનનો વિષય છે.

 

આ સમાચાર શેર કરો