મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી, વેન્ટિલેટરમાં આગ લાગતા દર્દી દાઝ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી છે. વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી, વેન્ટિલેટરમાં આગ લાગતા દર્દી દાઝ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા મોટી દુર્ઘટના ટળી છે. વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દી દાઝી ગયા હતા. તંત્રએ આ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દી દાઝી ગયા હતા. દિવાળી ટાણે આ બેદરકારીને હોસ્પિટલ તંત્રએ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. બેરકારી છુપાવવા માટે જવાબદારોએ પોલીસ ચોકીમાં MLC પણ નોંધાવી નહતી.

આગ લાગી તે વોર્ડમાં CCTV કેમેરા પણ લાગેલા નહતા. તંત્ર દ્વારા આ ઘટના ઉઘાડી પડતા તપાસ ચાલુ હોવાનું અને જવાબદારો સામે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવી ઊંડતી વાતો કરવામાં આવી હતી.સિવિલના ટીબી વોર્ડમાં આવેલા વેન્ટિલેટરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. 

ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેડન્ટ મીડિયાને જોઇને ભાગ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગતા દર્દી દાઝી ગયા હતા. આ ઘટનાને લઇને ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહ અને ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેડન્ટ મીડિયાને જોઇને ભાગી ગયા હતા. ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેડન્ટ ડૉ. હર્ષદ દૂસરાએ ઘટના બની કે નહીં તેનો જવાબ આપવાને બદલે સાંજે આવો...સાંજે આવો કહીને ચાલતી પકડી હતી અને આ સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર બેદરકારીને કારણે વૃદ્ધનો જીવ જતા જતા બચી ગયો છે. જોકે, હોસ્પિટલનું તંત્ર કઇ બન્યું જ ના હોય તેવો દાવો કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો