Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : A police couple working in the police headquarters committed fraud

પાટણ: પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ દંપતિએ કરી છેતરપિંડી, ફંડના લાખો રૂપિયા ડકારી ગયા

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2024
લાઇવ ટીવીGoogle News
પાટણ: પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ દંપતિએ કરી છેતરપિંડી, ફંડના લાખો રૂપિયા ડકારી ગયા

પાટણ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક પોલીસ દંપતીએ 2022-23ના વર્ષમાં ફટાકડા વેચાણના નફાની રકમ 8.38 લાખ પોલીસ વેલ્ફેર ફંડમાં જમા નકરાવીને ઉચાપત આચરી છે. વર્ષ 2022-23ના વર્ષમાં પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે હેડ કોન્સ્ટેબલ પ્રતાપ વીરાભાઈ પલાસ જે તે સમયે ફરજ પર હાજર હતા ત્યારે તેમણે લાખો રૂપિયામાં નાણાંની ઉચાપાત કરી હતી. 

App Store

વેલ્ફેર ફંડના નાણાં અંગત વપરાશ માટે ખર્ચ્યા

તારીખ 1-1-2022થી 8-12-2023ના સમયગાળા દરમ્યાન પોલીસ હેડ ક્વાર્ટર પાટણ ખાતે તેઓ મેનેજર તરીકેની  ફરજ દરમ્યાન અંબિકા આશિષ ટ્રેડલીંક(અમદાવાદ)માંથી જી.એસ.ટી બીલ વગરના અને બીલ સાતેના 8,38,610ના ફટાકડાની ખરીદી કરી હતી. ફટાકડાના નાણાં રૂપિયા 8,38,610 તેમજ વેચાણ કરીને મળેલી નફાની રકમ પોલીસ વેલ્ફેર ફંડમાં જમા ન કરાવીને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી.

દંપતી વિરુદ્ધ ગુનો દાખલ

 નાણાકીય ઉચાપત કરી ગુનાહિત વિશ્વાસઘાત કરી હતી.તેમજ આ કૃત્યમાં સિદ્ધપુર ખાતે ફરજ બજાવતા વુમન હેડ કોન્સ્ટેબલ ગીતા રણછોડભાઈએ મદદ કરી હતી. આમ નાણાંકીય ઉચાપાત મામલે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.