અમદાવાદ પછી પાટણમાં અસામાજિક તત્ત્વોનો આતંક, જાહેરમાં પાઇપ અને દંડા વડે યુવકને માર માર્યો

અમદાવાદ પછી પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી હતી. પાટણમાં અસામાજિક તત્ત્વોએ પાર્લરમાં વસ્તુ લીધા પછી પૈસા માંગતા દુકાનવાળા સાથે મારપીટ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
અસામાજિક તત્ત્વોના આતંક બાદ સ્થાનિકોમાં ભય
પાટણમાં મદ્રસા વિસ્તારમાં અસામાજિક તત્ત્વોના આતંકનો વીડિયો સામે આવ્યો છે. પાર્લરમાં વસ્તુ લીધા પછી પાર્લરવાળાએ પૈસા માંગતા અસામાજિક તત્ત્વોએ મારપીટ કરી હતી. ટોળાએ હાથમાં ઇટ, પાઇપ અને લાકડા વડે પાર્લરમાં તોડફોડ કરી પાર્લરવાળાને માર માર્યો હતો.
શહેરના મુખ્ય બજારમાં અસામાજિક તત્ત્વો બેફામ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઇને પાટણ શહેર એ ડિવિઝિન પોલીસ મથકે ચાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

