મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PATAN : સિદ્ધપુરમાં સ્વિમીંગ પુલમાં ડૂબી જવાથી કિશોરના મોતની ઘટનામાં સંચાલક સામે નોંધાયો ગુનો

Patan News FIR registered against Siddhapur swimming pool administrator | Patan Siddhpur News : પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પાલિકા હસ્તકના સ્પોર્ટસ સંકુલમાં આવ

PATAN : સિદ્ધપુરમાં સ્વિમીંગ પુલમાં ડૂબી જવાથી કિશોરના મોતની ઘટનામાં સંચાલક સામે નોંધાયો ગુનો

Patan Siddhpur News : પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પાલિકા હસ્તકના સ્પોર્ટસ સંકુલમાં આવેલા સ્વિમીંગ પુલમાં ડૂબી જવાના કારણે ધોરણ-11માં અભ્યાસ કરી રહેલા એક કિશોરનું મોત થયું હતું. 

આ ઘટના અંગે મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બેદરકારી દાખવનાર સ્વિમીંગ પુલના સંચાલક સામે કલમ 304  હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સમયસર મદદ મળી હોત તો કિશોર બચી જાત 

સિદ્ધપુરમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમીંગ પુલના પાણીમાં ડૂબી જવાથી શુક્રવારે અફવાન શાકીરભાઈ કુરેશી (17 વર્ષ)નું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતક કિશોરના પિતાએ આખરે પોલીસ ફરિયાદ  નોંધાવી હતી. જેમાં તેમણે કરેલા ઉલ્લેખ પ્રમાણે પોતાનો દિકરો તેના ત્રણ મિત્રો સાથે સ્પોર્ટસ સંકુલમાં આવેલા સ્વિમીંગ પુલમાં નહાવા માટે ગયા હતા. જયાં કાઉન્ટર ઉપર હાજર મહિલા પાસેથી વ્યક્તિદીઠ રૂપિયા 100  આપીને ટોકન લીધું હતું. ત્યારબાદ ચારેય મિત્રો કપડાં બદલીને સ્વિમીંગ પુલમાં નહાવા ગયા હતા.

તે દરમિયાન અફવાન એકાએક પાણીમાં ડૂબવા લાગતાં તેના મિત્રોએ બચાવો બચાવોની બુમો પાડી હતી. પરંતુ અહીં કોઈ આવ્યું ન હતું અને અફવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાને પગલે દોડી આવેલા એક શખ્સે કિશોરને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃતક જાહેર કર્યો હતો. 

મૃતક કિશોરના મિત્રોના નિવેદન લેવાયા 

સિદ્ધપુર  સ્વિમીંગ પુલમાં સર્જાયેલી ઘટના અંગે પોલીસે મૃતક કિશોરની સાથે નહાવા માટે ગયેલા તેના મિત્રો મોહમંદફસલ નુરઅહેમદ સૈયદ, મહમદમાજીદ મુસ્તુફાભાઈ ઈસુમરા અને મહંમદરુસાન મુસ્તુફાભાઈ ઝાલોર તમામના નિવેદન લેવામાં આવ્યા હતા

FSL દ્વારા પાણીના સેમ્પલ લેવાયા 

સ્વિમીંગ અધિકારી એચ.આર.પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓની ટીમે સ્થળ તપાસ કરતાં પાણી ભરેલ હોજ ચારથી સાત ફૂટ ઊંડો અને પચાસ બાય પચ્ચીસનો ઘેરાવો ધરાવતો હોવાનું જણાયું હતું. જયારે સ્વીમીંગ પુલમાં પાણી કેટલું દૂષિત છે તે માટે પાણીનું પરિક્ષણ માટે સેમ્પલ પણ લેવાયું હતું.

આ સમાચાર શેર કરો