મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવી જેતપુર પાસે ભારજ નદી પર પૂલનો ભાગ તણાયો, 2 કરોડના ખર્ચે બનેલું ડાયવર્ઝન ધોવાતા લોકોને 25 કિમીનો ફેરો

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર બ્રિજ એક વર્ષ અગાઉ ક્ષતિગ્રસ્ત થયો હતો. જેને લઈને ડાયવર્

પાવી જેતપુર પાસે ભારજ નદી પર પૂલનો ભાગ તણાયો, 2 કરોડના ખર્ચે બનેલું ડાયવર્ઝન ધોવાતા લોકોને 25 કિમીનો ફેરો

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર બ્રિજ એક વર્ષ અગાઉ ક્ષતિગ્રસ્ત થયો હતો. જેને લઈને ડાયવર્ઝન  બનાવવામાં આવ્યું હતું. તેમાં બે કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે પૂલ બનાવવાં માટે સ્ટેટ આર એન્ડ બી વિભાગે એક વર્ષથી કોઈ કામગીરી કરી નહોતી. 

25 કિમીનો ફેરો થશે

સુખી ડેમમાંથી પાણી છોડાતા ડાયવર્ઝન તો ધોવાયુ સાથે સાથે પૂલનો એક ભાગ તૂટી ગયો હતો. જેથી બ્રિજ છુટ્ટો પડી ગયો છે. સાથે રેલવે સેવા એક મુખ્ય આધાર છે. જ્યારે હાલ તો છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક છે. ત્યાં જવા માટે ૨૫ કિલોમીટરનો ફેરો થશે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, સરકાર ભાજપની કેન્દ્રમાં સરકાર ભાજપની અને ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના હોવા છતાંય એક વર્ષથી પૂલની કામગીરી શરૂ કરાવી નહોતી.

લોકો મુશ્કેલીમાં

શાસક પક્ષ અને નેતાઓ પૂલની મંજૂરી પણ અપાવી નહી. ત્યારે પ્રજાને રેઢી મૂકી નેતાઓ ફક્ત સરકારના ગુણગાન ગાવામાં રસ રાખ્યો છે. આજે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા અને પાવી જેતપુર તાલુકાના ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયા છે. ભ્રષ્ટાચારથી ખદબદતા જિલ્લાને તંત્રની નિષ્કાળજીના કારણે હાલ તો લોકો ભોગ બનશે. પુલ કયારે બનશે તે તો જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો