Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Godhra: Tired of police torture, Kankanpur villager swallows poison in middle-aged man

ગોધરા: કાંકણપુર ગામે પોલીસના ત્રાસથી કંટાળી આધેડે ઝેરી દવા ગટગટાવી, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ગોધરા: કાંકણપુર ગામે પોલીસના ત્રાસથી કંટાળી આધેડે ઝેરી દવા ગટગટાવી,  પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ

ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં કાંકણપુર ગામે પોલીસના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા ગટગટાવી હતી. કાંકણપુર અને સેવાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પરીવારજનો આરોપ લગાવ્યો હતો.

App Store

પિતા પુત્રને બોલાવી પોલીસે એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી

કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની અરજીના આધારે પિતા પુત્રને બોલાવી પોલીસ દ્વારા એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસના ત્રાસથી આધેડે કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં આધેડનું મોત નિપજ્યું 

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગોધરા સિવિલ હોસ્પિટલમાં આધેડનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરીવારજનો દ્વારા કરવામાં આવી હતી.