મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ : 24 કલાકમાં 3 મર્ડર, ધોરણ-11ના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી હત્યા

પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હત્યાના 3 બનાવો બન્યા છે, જેમાં આર્ક પુખ્ત વયના પુરુષ, એક પરણિત મહિલા

પંચમહાલ : 24 કલાકમાં 3 મર્ડર, ધોરણ-11ના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી હત્યા

પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હત્યાના 3  બનાવો બન્યા છે, જેમાં આર્ક પુખ્ત વયના પુરુષ, એક પરણિત મહિલા અને એક ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. 

કાલોલમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બાદ ધોરણ-11ના વિદ્યાર્થીની હત્યા 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે  ધોરણ-11માં અભ્યાસ કરતા એક 15 વર્ષના વિદ્યાર્થી પર 3 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. હત્યારાઓએ આ સગીરના મૃતદેહને ચલાલી પાસેના તળાવમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. વેજલપુર પોલીસે 3 હત્યારાઓ વિરુદ્ધ હત્યા અને પોસ્કો હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. 

ગોધરા શહેરમાં યુવકની હત્યા

ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો કરાતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારાઓ વિરુદ્ધ ગુનો ન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ગોધરાના કાશીપુરા ગામે ધારિયાના ઘા મારી પતિએ કરી પત્નીની કરપીણ હત્યા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાશીપુરા ગામે હત્યાની ઘટના બની છે, જેમાં પતિએ પોતાની પત્નીને ધારિયાના ઘા મારીને હત્યા કરી નાખી છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામનો  અરવિંદ પરમાર તેની પત્ની સાથે પત્નીના પિયર ગોધરા તાલુકાના કાશીપુરા ગામે આવ્યો હતો. 

અરવિંદ પરમારે પોતાની પત્ની પર ખોટા વહેમ અને શંકા રાખીને આવેશમાં આવીને ધારિયાના ઘા મારીને પત્નીની કરપીણ હત્યા કરી નાખી હતી. પતિએ પોતાની પત્નીની માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.  હત્યા કર્યા બાદ હત્યારો પતિ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. 

ઘટનાની જાણ થતા કાંકણપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. સાથે હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો