મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

SURAT : પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

Surat Rain :રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારે 6.00થી બપોરે 4.00 વ

SURAT : પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

Surat Rain :રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારે 6.00થી બપોરે 4.00 વાગ્યા સુધીમાં રાજ્યના 190 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ, સુરત શહેરમાં 4.92 ઈંચ, કામરેજમાં 4.8 ઈંચ, મહુવામાં 4.76 ઈંચ ખાબક્યો છે. વરસાદના કારણે સુરતના જુદા જુદા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત પાણીનો વહેલી તકે નિકાલ કરવા કોર્પોરેશનની ટીમ પણ કામે લાગી ગઈ છે. શહેરની રાજદીપ સોસાયટીમાં અનેક વાહણો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે વેડરોડ પર જેસીબીની મદદથી ગટરના ઢાંકણા ખોલાયા હતા.

સુરતની જેમ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. કામરેજ, બારડોલી, ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બારડોલીના ડી.એમ.નગર વિસ્તારમાં પાણી ભરાયા છે. સુરતની જેમ વલસાડમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. દાણાબજાર, તિથલ રોડ, એમજી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. એમ.જી. રોડમાં વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. મોગરાવાડી, છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. પારડીમાં એક ઈંચ, ઉમરગામમાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દ.ગુજરાતના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ, સુરત શહેરમાં 4.92 ઈંચ, કામરેજમાં 4.8 ઈંચ, મહુવામાં 4.76 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડ તાલુકામાં પોણા ચાર ઈંચ, કામરેજ તાલુકામાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં ત્રણ ઈંચ, ધરમપુરમાં સવા બે ઈંચ, સંખેડામાં સવા બે ઈંચ, ભરૂચમાં બે ઈંચ, ઉમરપાડામાં બે ઈંચ, સોનગઢમાં બે ઈંચ, કપરાડા,વાલોડમાં બે બે ઈંચ, નવસારી,જલાલપોરમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ સમાચાર શેર કરો