સુરતમાં ઓવરબ્રિજ પરથી આપઘાત કરે તે અગાઉ યુવકને ફિલ્મી સ્ટાઈલમાં બચાવી લેવાયો
સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના ઓવર બ

સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના ઓવર બ્રિજ પરથી રાત્રિના સમયે એક યુવક પડતું મૂકે તે અગાઉ જ તેને પોલીસના જવાનો દ્વારા હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકનું કાઉન્સેલિંગ કરીને પરત ઘરે હસમા મુખે મોકલવામાં આવ્યો હતો.
યુવકને ઉગારી લેવાયો
સલાબતપુરા પોલીસ જાણે દેવદૂત બની હોય તે રીતે બ્રિજ પર પહોંચી ગઈ હતી. યુવક બ્રિજ પરથી નીચે કૂદે તે અગાઉ ઉપરથી બંને હાથ પકડીને યુવકને ખેંચી લેવામાં આવ્યો હતો. આ સાથે જ નીચે પણ પોલીસના જવાનો ગોઠવાઈ ગયા હતા. જો કે યુવકે નીચે ઝંપલાવ્યુ નહોતુ.
કાઉન્સેલિંગ કરાયુ
યુવકને બચાવી લેવાયા બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સાથે પ્રેમથી વાત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. અહીં યુવકે કહ્યુ કે, તણાવ યુક્ત જીવનથી કંટાળી આત્મ હત્યા કરવા માટે પહોંચ્યો હતો. મહા મહેનતે પોલીસે યુવકનો જીવ બચાવીને તેનું કાઉન્સેલિંગ કરીને પરત ઘરે મોકલ્યો હતો.








