મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહુલા તાલુકા પંચાયતના વિપક્ષી સભ્યની કરતૂત, TDOની ઓફિસમાં ઘુસી માર્યો માર

સુરત જિલ્લાના મહુવા તાલુકા પંચાયતના વિપક્ષી સભ્યએ ફરીવાર તાલુકા વિકાસ અધિકાર

મહુલા તાલુકા પંચાયતના વિપક્ષી સભ્યની કરતૂત, TDOની ઓફિસમાં ઘુસી માર્યો માર

સુરત જિલ્લાના મહુવા તાલુકા પંચાયતના વિપક્ષી સભ્યએ ફરીવાર તાલુકા વિકાસ અધિકારીને તમાચા મારતા મામલો ગરમાયો છે.  મહુવા તાલુકા વિકાસ અધિકારી પી સી માહલાની ચેમ્બર ઘુસી જઈ પરિમલ પટેલે ત્યારે  તાલુકા વિકાસ અધિકારીને માર મારતા સમગ્ર મામલે મહુવા પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ એ..એ..એ.. ગયું ! સુરતમાં ઓવરલોડેડ ટ્રકનો વીડિયો વાયરલ, લોકોએ કરી ફિલ્મી કોમેન્ટ

ઉશ્કેરાટમાં માર માર્યો

મહુવા તાલુકામાં હંમેશને માટે વિવાદમાં રહેતા અને વ્યવસાયે એડવોકેટ એવા પરિમલ પટેલની વધુ એક કરતૂત સામે આવી હતી. મહુવા તાલુકાના શેખપુર સીટ પરથી ચૂંટાયેલા પરિમલ પટેલે મહુવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પી સી માહલા ઉપર હુમલો કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી મહુવા તાલુકા પંચાયતમાં પોતાની ચેમ્બરમાં હતા. એ દરમિયાન વિપક્ષી અને તોફાની પરિમલ પટેલે પ્રવેશી જઈ અચાનક  તાલુકા વિકાસ અધિકારીને માર મારવા લાગ્યો હતો. બાદમાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પરિમલ પટેલે અચાનક જ ઉશ્કેરાટમાં આવતાં તાત્કાલિક પોલીસની પણ મદદ લેવાઈ હતી.

ફરજમાં ઉભી કરી રૂકાવટ

સમગ્ર ઘટના બાબતે તાલુકા વિકાસ અધિકારી પીસી માહલા એ  મહુવા પોલીસને જાણ કરી ફરિયાદ પણ આપી હતી.  ત્વરિત મહુવા પોલીસે પણ તાલુકા પંચાયત સભ્ય એવા પરિમલ પટેલ વિરુદ્ધ વિવિધ સરકારી કામમાં રૂકાવટ તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસની વિવિધ ટિમો બનાવાય છે. ગત નવેમ્બર માસમાં પણ આજ પરિમલ પટેલે ટીડીઓ ઉપર હુમલો કર્યો હતો. જે તે આમાયે મહુવા પોલીસે કડકાઈથી સબક નહીં શીખવાડતા ફરી અધિકારીને માર માર્યો હતો. જેથી  છાસવારે અધિકારીઓને સાથે દબંગગીરી કરતા પરિમલ પટેલ સામે કડક કાર્યવાહી કરાય તેવી પણ મહુવા પંથકમાં માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો