એ..એ..એ.. ગયું ! સુરતમાં ઓવરલોડેડ ટ્રકનો VIDEO વાયરલ, લોકોએ કરી ફિલ્મી કોમેન્ટ
સુરતના રસ્તાઓ પર અનેકવાર જોખમી રીતે વાહનો ચલાવવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. જેથી વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાતા હોય છે. ત્યારે વધુ એકવાર ઓવરલોડેડ ટ્રકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બારડોલી સુગર પાસે શેરડી વહન કરતી ટ્રકનો વીડિયો વાયરલ થયો છે. ઓવરલોડેડ શેરડી ભરી એક તરફ ઝૂકી ગયેલ ટ્રક હંકારવામાં આવી રહી છે. મુખ્યમાર્ગ પર બેદરકારીપૂર્વક ટ્રકને દોડાવામાં આવી રહી છે. બેદરકારી પૂર્વક ટ્રક હંકારતા ચાલક સામે કાર્યવાહી જરૂરી છે. તો બીજી તરફ સોસીયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકો રમૂજી કોમેન્ટ પણ કરી રહ્યા છે. ટ્રક પુષ્પા સ્ટાઇલમાં ઝૂકીને ચાલી રહી હોવાની કોમેન્ટ થઈ છે. જોકે આ વચ્ચે અકસ્માત સર્જાવાની આશંકાને લઈ કેટલાક લોકો કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે.

