મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં એકે પ્રેમજાળમાં ફસાવી વીડિયો ઉતાર્યો ને બીજા ત્રણે બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યુ

સુરતમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગોદાડરા વિસ્તારમાં એકે

સુરતમાં એકે પ્રેમજાળમાં ફસાવી વીડિયો ઉતાર્યો ને બીજા ત્રણે બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યુ

સુરતમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગોદાડરા વિસ્તારમાં એકે પ્રેમજાળમાં ફસાવી હતી. જ્યારે બીજા ત્રણે બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમીએ વીડિયો ઉતારીને તેને વાયરલ કરવાની ધમકી આપી પરિણીતાનું યૌન શોષણ કર્યું હતું. અલગ અલગ ચાર વ્યક્તિે દુષ્કર્મ આચર્યું હતું. જેથી હાલ પરિણીતાનું મેડિકલ કરાવી પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રેમી બાદ મિત્રોએ દુષ્કર્મ આચર્યુ

પોલીસ અધિકારીએ કહ્યું કે, ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. અનુરાગસિંગે તેણી પર દુષ્કર્મ આચરીને ધમકી આપી હતી. જેથી મહિલા ડરી ગઈ હતી. બાદમાં અનુરાગસિંગે મહિલાનો કોન્ટેક્ટ નંબર પોતાના 3 મિત્ર સુરજ સોલંકી, મોનુ શુક્લા અને પીન્ટુ યાદવને આપ્યો હતો. આ ત્રણેય વ્યક્તિએ પણ દુષ્કર્મ આચર્યું હતું. 

બે આરોપી ઝડપાયા

દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ હિંમત એકઠી કરીને પતિને જાણ કરી હતી. જેથી બન્નેએ ભેગા મળીને પોલીસમાં ફરિયાદમાં કરી હતી. જેથી પોલીસે બે આરોપી મોનુ શુક્લા અને પીન્ટુ યાદવને ઝડપી લીધા છે. જ્યારે બાકીના બે આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

આ સમાચાર શેર કરો