શ્રાવણ માસના છેલ્લા સોમવારે સિધ્ધનાથ મહાદેવ મંદિરે ઉમટી ભાવિકોની ભીડ, શિવલિંગના ગંગાજળનો અપાય છે પ્રસાદ
પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. ત્યારે આજે પૌરાણિ

પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. ત્યારે આજે પૌરાણિક સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની મોટી સંખ્યામાં જોવા મળી હતી. શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો સિધ્ધનાથ દાદાના દર્શન કરે છે. ત્યારે આજે છેલ્લા સોમવારે દર્શન કરીને ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.
શિવલિંગ ખંડિત થતા ભમરા નીકળ્યા
સિધ્ધનાથમાં સ્વયંભૂ શિવ પ્રગટ થયા છે. ગુજરાતનું એકમાત્ર ખંડિત શિવલિંગ અહીં આવેલું છે. જેની પૂજા થાય છે. વર્ષો પહેલા મુઘલ લૂંટારુ દ્વારા શિવલિંગ ખંડિત કરી સોનુ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે શિવલિંગમાંથી મોટા ભમરાઓ નીકળ્યા હતા. જેથી તમામ લૂંટારુ ભાગી ગયા હતા. ત્યારબાદ જે જગ્યાથી શિવલિંગ ખંડિત થયું હતું. તેમાંથી સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા હતા.
ગંગાજળનો પ્રસાદ
સિધ્ધનાથ મહાદેવમાં લોકોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે. વર્ષોથી શિવલિંગની અંદર અખંડ ગંગાજળ રહે છે. વર્ષોથી શિવલિંગની સાથે શિવભક્તોની અપાર આસ્થા જોડાયેલી છે. ભક્તોને શિવલિંગના ગંગાજળનો પ્રસાદ પણ આપવામાં આવે છે. મનોકામના પૂર્ણ કરતા આ શિવલિંગના દર્શને મોટી સંખ્યામાં લોકો આવે છે.








