પર્યુષણની પૂર્વસંધ્યાએ અમદાવાદના સાબરમતી ઉપાશ્રયમાં ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરીજી કાળધર્મ પામ્યા
પૂર્વાધિરાજ પર્યુષણ પર્વની પૂર્વ સંધ્યાએ જ ગીત

પૂર્વાધિરાજ પર્યુષણ પર્વની પૂર્વ સંધ્યાએ જ ગીતાર્થ ગચ્છાધિપતી આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. મંગળવાર સાંજે 6.07 કલાકે સાબરમતી જૈન સંઘ ખાતે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. તેઓ 82 વર્ષના હતા અને તેમનો દીક્ષાપર્યાય 62 વર્ષનો રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. તેમના સ્વર્ગગમન સાથે જ જૈનોમાં શોક વ્યાપી ગયો છે.
વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી મ.સા. સમયુદાયના તીર્થ પ્રભાવક આચાર્યદેવ વિક્રમલૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય શાસન પ્રવાભક તેમજ અનેક પ્રાચીન તીર્થો દ્વારક એવા ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયસૂરીશ્વરજી મંગળવારે સાંજે સાબરમતિ ઉપાશ્રયમાં આચાર્ય મનોહરકીરિતસાગરજીની નિશ્રામાં ચતુર્વિધ સંઘ સાથે નવકારમંત્રની સમૂહ ધૂન સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેમનું સંસારી નામ રમેશકુમાર હતું અને તેઓ નડિયાદના વતની હતા. સંસારી માતૃશ્રી સુભદ્રાબેન-સંસરાપી પિતા જિનદાસભાઈના તેઓ સંતાન હતા. તેમનો દીક્ષા દિવસ મહાવદ પાંચમ હતો, જ્યારે ગચ્છાધિપતિ પદવા મહા સુદ ચોથના દિવસે આપવામાં આવી હતી.
મંગળવાર રાત્રે સાબરમતીમાં તેમના પાર્થિવ દેહને સકલ સંઘના દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. જેમાં નોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આજે સવારે 8 વાગ્યે કંકુબાઈ બેડીવાળા- આયંબિલ ખાતા સાબરમતિ(રામનગર)માં તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરજી, આચાર્ય ઉદયકીર્તિસાગરજી, આચાર્ય વીતરાગયશસૂરજી, પ્રવર્તિની સાધ્વીવર્યાવાચંયમાશ્રીજીની નિશ્રામાં પ્રવચન બાદ ગચ્છાથિપતિની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કારના ચઢાવા શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર ગચ્છાધિપતિના વૈયાવચ્ચ કરનારા લબ્ધિ વિક્રમ નગર-સોલા રોડમાં બપોરે 2.30 કલાકે થશે.
પાલખી યાત્રાનો રૂટ
સાબરમતી (રામનગર), ચીમનભાઈ પટેલ બ્રિજ, સુભાષ બ્રિજ, બત્રીસી હોલ, ગાંધી આશ્રમ રોડ, વાડજ, વિક્રમ તીર્થ ભવન, સંસ્કૃતિ ભવન શાંતિનગર, નારણપુરા ક્રોસિંગ, નારણપુરા ગામ, દિવ્યપથ સ્કૂલ, સોલારોડ ખાતે લબ્ધિ વિક્રમ નગર.
અંતિમ સંસ્કારનું સ્થળ
શ્રી સોલા રોડ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, લબ્ધિ વિક્રમ નગર, ચિત્રકુટ એપાર્ટમેન્ટની બાજુમાં, આદિનાથ ચોક, સોલા રોડ.








