તાપીના જન્મદિવસે કોંગ્રસે ઓવારાની સફાઈ કરી કહ્યું, શાસકોના ભ્રષ્ટાચારથી લોકમાતા મરણ પથારીએ
સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા તાપી

સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા તાપી સફાઈ અભિયાન કાર્યક્રમ યોજયો હતો. સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાનો હોવાનું પણ સામે આવ્યું હતું. તાપી નદી સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલી જોવા મળી હતી. તાપી નદીના અનેક ઓવારા આજે સફાઈ કરવામાં આવી છે. ત્યારે કોંગી નેતાઓએ શાસકો પર તાપીની સ્થિતિને લઈને આકરા પ્રકાર કર્યા હતાં.
તાપી મરણ પથારીએ
સુરેશ સુવાગિયાએ કહ્યું કે, તાપીના જન્મદિવસે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. રામનાથ ઓવારા પર અમે જોયું કે, અહિં સ્થળ પર બજેટ ક્યાં જાય છે તેવા સવાલો થયા હતાં. જીવાદોરી સમાન તાપી મૈયા મરણ પથારીએ હોય તેવું લાગી રહ્યું છે. માછલીઓ સહિતના જળચરો મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. તાપી માટે શાસકો કંઈક કરે તેવી અમે આજના પવિત્ર દિવસે વિનંતી કરીએ છીએ.
સફાઈ સહિતના ધાર્મિક કાર્યક્રમ
જિલ્લાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે, અશ્વિનીકુમાર ઓવારા પર સફાઈ અને ધાર્મિક કાર્યક્રમ રાખ્યો હતો. અહિં ચિંતાનો વિષય સામે આવ્યો છે. અહિં માછલાઓ મરેલા જોવા મળ્યાં હતાં. અહિંનું પાણી આખા સુરતમાં જાય છે. અહિંનું પાણી દૂષિત છે. શાસકોએ આંખે પાટા બાંધ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. અહિની પરિસ્થિતિ જોઈને શાસકો નિરાકરણ લાવે તે જરૂરી છે. લોકોને વિનંતી છે કે, તેઓ તાપીને દૂષિત ન કરે..








