જન્મદિવસે યુવકે ઓનલાઈન ફૂડ મંગાવ્યુ ને વેજની જગ્યાએ આવ્યું નોનવેજ, સુરતમાં હિન્દુ સંગઠનોએ કર્યુ આવું
સુરતના અલથાણ વિસ્તારમાં એક યુવકનો જન્મદિવસ હતો. જેથી ત્રણ ચાર મિત્રોએ બહાર

સુરતના અલથાણ વિસ્તારમાં એક યુવકનો જન્મદિવસ હતો. જેથી ત્રણ ચાર મિત્રોએ બહાર જમવા જવા કરતાં ઓનલાઈન ફૂડનો ઓર્ડર કર્યો હતો. જો કે, વેજ ફૂડની જગ્યાએ નોનવેજ ફૂડ આવી ગયું હતું. જેથી યુવકોએ હિન્દુ સંગઠન સાથે મળીને રજૂઆત કરી હતી. ત્યારે રેસ્ટોરન્ટના સ્ટાફે ભૂલથી આવું થયું હોવાનું કહ્યું હતું. જો કે, હિન્દુ સંગઠનોએ ધર્મભ્રષ્ટ કરવાનું ષડયંત્ર હોવાનું કહીને બોયકોટ કરવાના બેનર સાથે હોબાળો મચાવ્યો હતો.
શાકમાં ચીકન આવ્યુ
સુરતમાં રહેતા મિલિન્દ સમાર અને કન્હૈયા સંજય અગ્રવાલે સ્વિગી મારફતે બેહરૂઝ દ રોયલ બિરયાની તે રેબલ ફૂડ્સની રેસ્ટોરન્ટ ચેન છે. તેને યુવકોએ પ્યોર વેજ ખાવાનો ઓર્ડર કર્યો હતો. જો કે પનીરના શાકમાં ચીકન પણ આવ્યું હતું. જેથી તાત્કાલિક યુવકોએ રેસ્ટોરન્ટમાં જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેથી સીસીટીવીના આધારે સ્ટાફે ભૂલ સ્વીકારી હતી.
હિન્દુ સંગઠનોનો વિરોધ
હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા નરેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, બેહરૂઝ દ રોયલ બિરયાની રેસ્ટોરન્ટ દ્વારા ધાર્મિક ભાવના દુઃભાવવા પ્રયાસ કરાયો છે. અગાઉ પણ આ રેસ્ટોરન્ટ દ્વારા મુંબઈમાં પણ આવું કરવામાં આવ્યું હતું. અમે રેસ્ટોરન્ટમાં જઈને વિરોધ કર્યો હતો. અમે લોકોને પણ કહીએ છીએ કે વેજ અને નોનવેજની સાથે શોપ હોય ત્યાંથી વેજ ન મંગાવો અને ખાસ કરીને આવી રેસ્ટોરન્ટમાંથી ન મંગાવવું જોઈએ. અમે આ રેસ્ટોરન્ટ સામે કલેક્ટરમાં ફરિયાદ આપી છે.








