મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીના લાવાકોઈ ગામે ગરીબોના અનાજમાં કટકીનો કારોબાર, સ્થિતિ જોઈ ચોંકેલા અધિકારીઓેએ માર્યા સીલ

નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં કટકીનો કારોબાર ચાલતો હતો. જેનો

નસવાડીના લાવાકોઈ ગામે ગરીબોના અનાજમાં કટકીનો કારોબાર, સ્થિતિ જોઈ ચોંકેલા અધિકારીઓેએ માર્યા સીલ

નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં કટકીનો કારોબાર ચાલતો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેથી પુરવઠા નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતાં. તેમણે આસપાસના લોકોની પૂછપરછ પણ કરી હતી. ત્યારબાદ અનાજ જે જગ્યાએ રાખ્યું હતું. તે સ્થિતિ જોઈને ચોંકી ગયા હતાં. ત્યારબાદ સીલ મારી દીધા હતાં.

વિડીયો વાયરલ થયો હતો

નસવાડી તાલુકાના લાવાકોઈ ગામે સસ્તા અનાજ સંચાલક ઓછું અનાજ આપતા સરપંચએ સમગ્ર વિડીયો બનાવી વાયરલ કરતા પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. પુરવઠા નાયબ મામલતદાર સસ્તા અનાજની દુકાન ઉપર પહોંચી લોકોના જવાબ લીધા હતા. જયારે પુરવઠા અધિકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની તપાસ કરવા જતા ત્યાં અનાજનો જથ્થો ના મળતા દુકાનદારને પૂછતાં તેઓ બીજી જગ્યા ઉપર અનાજનો જથ્થો મુક્યો હોવાનું જણાવતા પુરવઠા અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. વગર પરમિશને જથ્થો બીજી જગ્યા ઉપર મુકવામાં આવતા પુરવઠા નાયબ મામલતદારએ અનાજનો જથ્થો સીલ મારી દીધો હતો. સમગ્ર અહેવાલ તૈયાર કરી જિલ્લા પુરવઠા અધિકારીને મોકલી આપ્યો છે. જયારે અનાજનો જથ્થો સીલ થતા રેશનકાર્ડ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક રેશનકાર્ડ ગ્રાહકોને જથ્થો હજુ મળ્યો નથી. જથ્થો ક્યાંથી મેળવવો તે પણ અધિકારીઓ હજુ સુધી જણાવ્યું નથી. 

અધિકારીઓની આળસથી મોકળું મેદાન

આદિવાસી વિસ્તારમાં ગરીબ લોકો રેશનકાર્ડના અનાજના જથ્થા ઉપર ઘર ચલાવતા હોય છે. તેમાં પણ સસ્તા અનાજ સંચાલકો અનાજમાં કટકી કરી વેપારીઓને વહેચી નાખતા હોય છે. ત્યાર બાદ અધિકારીઓ દુકાનોની મુલાકાત લેતા હોય છે. જો અધિકારીઓ પેહલાથી સતર્ક રહી સસ્તા અનાજની દુકાનોની વિઝીટ કરે તો ગરીબ લોકોને પૂરેપરો અનાજ મળી રહી. પરંતુ અધિકારીઓ ઓફિસોમાં બેઠા બેઠા વહીવટ કરતા હોવાથી સસ્તા અનાજ સંચાલકોને મોકળું મેદાન મળી જતું હોય છે. હાલ તો પુરવઠા વિભાગના અધિકારીઓ અનાજનો જથ્થો સીલ મારી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જયારે વહેલી તકે બાકી રહી ગયેલા રેશનકાર્ડ ગ્રાહકોને બીજી અન્ય દુકાનોમાંથી અથવા અન્ય વ્યવસ્થા ઉભી કરી અનાજનો જથ્થો અપાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો