અમદાવાદ: કોંગ્રેસના ચાંદખેડા વોર્ડના વ્હોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો થયા શેર, મહિલા કાર્યકર્તાઓ શરમમાં મૂકાઈ
અમદાવાદના કોંગ્રેસ પક્ષના ચાંદખેડા વોર્ડના એક વ્હોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્

અમદાવાદના કોંગ્રેસ પક્ષના ચાંદખેડા વોર્ડના એક વ્હોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવી હતી. અશ્લીલ વીડિયો પોસ્ટના કારણે ગ્રુપમાં ભારે હોબાળો મચ્યો હતો.
કોંગ્રેસ પક્ષના ચાંદખેડા વોર્ડના એક વ્હોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ
પોસ્ટ મોકલનાર પર એક્શન લેવાના સતત મેસેજ પણ ગ્રુપના અન્ય મેમ્બરો દ્વારા કરવામાં આવ્યા હતા. ગ્રુપમાં અન્ય લોકોએ પણ આ પોસ્ટનો વિરોધ નોંધાવ્યો હતો.જોકે આધેડ કાર્યકારે અશ્લીલ ફોટા શેર કરવાના મુદ્દે ખુલાસો કરતાં મોબાઇલ હેક થયો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત કાર્યકર્તા દ્વારા માફી પણ માંગવામાં આવી હતી.
પોસ્ટ વાયરલ થતાં ગ્રુપમાં ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા મહિલા કાર્યકર્તા
ગ્રુપમાં શહેર પ્રમુખથી લઈને વિવિધ હોદ્દેદારો અને મહિલા કાર્યકર્તાઓ પણ જોડાયેલા છે. વીડિયો પોસ્ટ કરવામાં આવતા મહિલા કાર્યકર્તાઓ પણ શરમમાં મુકાઇ હતી. જોકે, તાત્કાલિક ધોરણે ગ્રુપ એડમિન દ્વારા તે તમામ મેસેજ ડિલિટ કરવામાં આવ્યા હતા.








