સુરતની NRI ડોક્ટરને આંધ્રપ્રદેશના યુવકે આ રીતે ફસાવી, મિત્રતામાં ન્યૂડ ફોટો વાયરલ કરવાના નામે પડાવ્યા 1.89 કરોડ
અમેરિકા રહેતી વરાછાની 27 વર્ષીય NRI યુવતી ડોક્ટરે મિત્રતામાં મોકલેલા ન્યુડ ફોટા વાઇરલ કરવા

અમેરિકા રહેતી વરાછાની 27 વર્ષીય NRI યુવતી ડોક્ટરે મિત્રતામાં મોકલેલા ન્યુડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી યુવકે 1.89 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. દેશ પરત ફર્યા બાદ પણ આરોપીએ બ્લેકમેલ કરવાનું ચાલુ રાખતા આખરે યુવતી ડોકટરે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગણતરીની 12 કલાકમાં જ આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરીછે.
યુવકે ખોટી વિગતો આપી
યુએસ રહેતી વરાછાની યુવતી ડોક્ટર પર પોતે અમેરિકામાં મેડિકલનો અભ્યાસ કરતો હોવાનું જણાવતા યુવકે જુલાઇ-2019માં ફેસબુક મિત્રતા કરી હતી. મહિલા ડોક્ટરે કોઇપણ ખરાઇ કર્યા વિના મિત્રતા બાદ પોતાની પર્સનલ માહિતી યુવક સાથે શેર કરી હતી. પહેલી વખત યુવકે ભારત જવાના નામે યુવતી ડોક્ટર પાસેથી 49 હજાર રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ તેણે વિવિધ બહાનાઓ થકી યુવતી ડોક્ટર પાસેથી લાખો-કરોડો રૂપિયા પડાવ્યા હતા. પોતાની પાસે રહેલા યુવતી ડોક્ટરના ન્યૂડ ફોટોના આધારે તે બ્લેકમેલિંગ કરતો હતો. જેથી યુવતી બદનામીના ડરે રૂપિયા મોકલ્યા હતાં. તેમ છતાં તેના ભાઈને ફોટો મોકલ્યા હતાં.
ફોનમાંથી મળ્યુ અશ્લિલ સાહિત્ય
પોલીસે ટીમ બનાવીને તપાસ અર્થે આંધ્રપ્રદેશ મોકલી હતી. જેમાં ગુરૂપ્રસાદ ગુરુવૈયાહનાયડુ ગુરુઅપ્પાનાયડુ કોવી (નાયડુ)ને ઝડપી લીધો હતો. તે બેકાર છે. યુવતીઓને ફસાવવા સોશિયલ મીડિયામાં પોતાની હાઈ પ્રોફાઈલ ઉભી કરી હતી. આરોપીના મોબાઇલ ફોનમાંથી અલગ અલગ કુલ-12 ખોટા નામો વાળી જી-મેઇલ આઇ.ડી. તેમજ ફોનની ગેલેરીમાં અલગ અલગ બિભત્સ ફોટાઓ, વિડીયો તેમજ વોટ્સએપ મેસેજમાં પોતે અલગ અલગ ખોટા નામ ધારણ કરી અલગ અલગ છોકરીઓ સાથે બિભત્સ વાતચીત કરતો હોવાની વિગતો મળી છે.
સટ્ટામાં રૂપિયા હારી ગયો
પોતના ઘરના સભ્યોને પોતે ઓસ્ટ્રેલીયા ખાતે રહેતો હોવાની ખોટી હકીકત જણાવી પોતે ચેન્નઇમાં અલગ અલગ હોટલ તથા ભાડેથી મકાન રાખી રહેતો હતો.આરોપી dafabet.com તથા bet365.com નામની એપ્લીકેશનમાં ઓનલાઇન સટ્ટા બેટીંગ રમતો હતો. બળજબરી પુર્વક પાડાવી લીધેલ તમામ રૂપીયા હારી ગયેલ હોવાનું સામે આવ્યું છે.








