મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવી જેતપુરના કલારાણી ગામે કચરાના ઢગલામાંથી મળી નવજાત, કળિયુગી જનેતા સામે લોકોએ વરસાવી ફીટકાર

છોટા-ઉદેપુરના પાવી જેતપુરના કલારાણી ગામે એક જનેતાએ પોતાના નવજાતને ત્યજી દીધુ હતુ. કચરાના

પાવી જેતપુરના કલારાણી ગામે કચરાના ઢગલામાંથી મળી નવજાત, કળિયુગી જનેતા સામે લોકોએ વરસાવી ફીટકાર

છોટા-ઉદેપુરના પાવી જેતપુરના કલારાણી ગામે એક જનેતાએ પોતાના નવજાતને ત્યજી દીધુ હતુ. કચરાના ઢગલામાંથી નવજાત મળી આવ્યું હતું. જેથી સ્થાનિકોએ હોસ્પિટલમાં જાણ કરી હતી. જેથી કર્મચારીઓ દોડી આવ્યા હતાં. ત્યારબાદ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં કાર્યવાહી હાથ ધરી હતી.

સ્ટાફે બાળકીને કચરામાંથી ઉઠાવી

કલારાણી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરાના ઢગલામાંથી નવજાત બાળકી મળી આવી હતી. કોઈએ આ બાળકીને ત્યજી દીધી હોય તેવું પ્રાથમિક તપાસ લાગ્યું હતું. જેથી હોસ્પિટલના સ્ટાફે બાળકીને કચરામાંથી ઉઠાવી હતી. બાદમાં બાળકીની સારસંભાળ શરૂ કરી દેવામાં આવી હતી. બાળકી હાલ ખૂબ જ તંદુરસ્ત હોવાનું સામે આવ્યું છે. 

પોલીસે તપાસ આદરી

બાળકીને જન્મ આપી દીધા બાદ જ તેને તરછોડી દેવામાં આવી હોવાથી સ્થાનિકોઅ જનેતા સામે ફીટકાર વરસાવી હતી. આ મામલામાં કરાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. થોડા સમયમાં ગર્ભવતી બનેલી મહિલાઓની તપાસ આદરી છે. ઝડપથી જનેતાને ઝડપી લેવામાં આવતે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો