વલસાડ પંથકમા વાંકી નદીના પુલ પાસે પાણીના ઘસમસતા વહેણમાં કાર તણાઈ, ગ્રામજનો કરતા રહ્યા આવુ..
ઉપરવાસમાં હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેટલાક

ઉપરવાસમાં હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં આવેલા નાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે આજરોજ વલસાડના ભોમા પારડીથી કાંજણ રણછોડ જતા રોડ વચ્ચે આવતી વાંકી નદીના પુલ ઉપર આજરોજ વરસાદી પાણી ફરી વળ્યા હતા.
ટ્રેકટરના પ્રયત્ન બેકાર
કાર ચાલકે સાહસ કરી કારને પાણીમાં ઉતારતા પાણીનું વહન વધારે હોવાના કારણે તે કારને પાણીમાંથી કાઢી શક્યો ન હતો. સમય સૂચકતા વાપરી કાર ચાલક કારમાંથી બહાર ઉતરી ગયો હતો. જોકે આ ઘટનામાં ગ્રામજનો દ્વારા દોરડું બાંધી ટ્રેક્ટર મારફતે કારને પાણીમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો.
ચાલકનો બચાવ
પાણીનું વહન વધારે હોવાના કારણે કાર પાણીમાં તણાઈ જવા પામી હતી. જો કે દર વર્ષે આ પુલ ઉપર વરસાદી સીઝનમાં આવી ઘટના બનતી જ હોય છે. તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે, આ ઘટનામાં સદ્નસીબે ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો.








