મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારી : PIએ લાંચમાં માંગ્યો દોઢ લાખનો આઈફોન, ACBએ કરી ધરપકડ

Navsari News : ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ હવે લાંચમાં નાણા માંગવાનું ટાળી રહ્યાં છે અને નાણાને બદલે મ

નવસારી : PIએ લાંચમાં માંગ્યો દોઢ લાખનો આઈફોન, ACBએ કરી ધરપકડ

Navsari News  : ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ હવે લાંચમાં નાણા માંગવાનું ટાળી રહ્યાં છે અને નાણાને બદલે મોંઘીદાટ વસ્તુઓ માંગી રહ્યા છે. આવું જ બન્યું છે નવસારીમાં, જ્યાં પોલીસ ઈન્સ્પેક્ટરે એક વેપારી પાસે લાંચમાં દોઢ લાખ રૂપિયાનો એપ્પલ કંપનીનો આઈફોન માંગ્યો હતો. 

ઓઈલના વેપારી પાસે લાંચમાં માંગ્યો આઈફોન 

નવસારી જિલ્લાના ધોળાઈ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI દિનેશ જમનાદાસ કુમાવતે ધોલાઈ બંદરે છૂટક ડીઝલ તથા ઓઇલ વેચતા વેપારીને કહ્યું હતું કે જો ધંધો કરવો હોય તો આઈફોન આપવો પડશે. 

આ વેપારીએ ACBમાં ફરિયાદ કરતા ACBએ છટકું ગોઠવીને PI દિનેશ જમનાદાસ કુમાવતને રૂ.1,44,000નો આઈફોન લેતા રંગે હાથ ઝડપી પાડ્યાં હતા.  ACBએ આ PIની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે આરોપી PI દિનેશ જમનાદાસ કુબાવત નજીકના સમયમાં રીટાયર્ડ થવાના હતા.

આ પણ વાંચો : રાજ્યના ઘણા પોલીસકર્મીઓ પાસે મોંઘીદાટ કાર, બંગલા, આઇફોન..; વૈભવી લાઇફ સ્ટાઇલ માટે રૂપિયા આવે છે ક્યાંથી?

આ સમાચાર શેર કરો