મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીથી મોટા સમાચાર / રૂપાલા વિવાદ વચ્ચે સી.આર. પાટીલની આગેવાનીમાં 108 ક્ષત્રિય આગેવાનોએ આપ્યું ભાજપને સમર્થન

Parshottam Rupala controversy : પરશોત્તમ રુપાલા વિવાદમાં હવે ક્ષત્રિય

નવસારીથી મોટા સમાચાર / રૂપાલા વિવાદ વચ્ચે સી.આર. પાટીલની આગેવાનીમાં 108 ક્ષત્રિય આગેવાનોએ આપ્યું ભાજપને સમર્થન

Parshottam Rupala controversy : પરશોત્તમ રુપાલા વિવાદમાં હવે ક્ષત્રિયોએ ખુલ્લેઆમ ભાજપનો બહિષ્કાર અને વિરોધ શરૂ કરી દીધો છે. સંકલન સમિતિની આગેવાનીમાં ધર્મ રથ શરૂ કરી દેવામાં આવ્યા છે, જે ગામેગામ જઈને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. આવામાં નવસારીથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 

પાટીલની આગેવાનીમાં 108 ક્ષત્રિય આગેવાનોએ આપ્યું ભાજપને સમર્થન

રૂપાલા વિવાદ વચ્ચે દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને નવસારી જિલ્લાના 108 ક્ષત્રિય આગેવાનોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આજે નવસારીમાં આ ક્ષત્રિય આગેવાનો સી.આર. પાટીલને મળ્યા  હતા. નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ પરમાર, પ્રશાંતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ, વિપુલસિંહ, સુનિલસિંહ, પવનસિંહ, પ્રદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ નવસારીમાં સી.આર. પાટીલની મુલાકાત લીધી હતી. 

નવસારીના 108 ક્ષત્રિય આગેવાનોએ પાટીલ સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે પાટીલ કે ભાજપ સામે કોઈ વાંધો નથી, ભાજપને અને સી.આર.પાટીલને સમર્થન આપીશું, પણ વિવાદિત નિવેદન મામલે રૂપાલાનો વિરોધ યથાવત રહેશે. 

પીએમ મોદી, ભાજપના સમર્થનનું સ્વાગત છે : પાટીલ 

આ અંગે સી.આર.પાટીલે કહ્યું કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાન મોદી અને ભાજપને સમર્થન આપ્યું છે, તેનું સ્વાગત કરીએ છીએ. પીએમ મોદીના યોગદાનને ન ભૂલતા આ 108 ક્ષત્રિય આગેવાનોએ સામેથી આવીને ભાજપને સમર્થન જાહેર કર્યું છે. ક્ષમા આપવામાં ક્ષત્રિયોનું દિલ મોટું હોય છે, શરણે આવેલા માટે ક્ષત્રિયો જીવ પણ આપી દે છે,  પરશોત્તમ રૂપાલાએ માફી માંગી છે, તેમની માફી સ્વીકારવી તે દેશના હિતમાં છે. 

સી.આર.પાટીલે કહ્યું કે વડાપ્રધાન પ્રત્યે લોકોની સંવેદના છે એટલે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે લોકો ભાજપના નેતાઓને જંગી મતોથી જીતાડે. આ એક પ્રત્યન છે સંગઠનના અલગ અલગ લોકો અને હું પોતે ક્ષત્રીય સમાજના અગેવાનોને મળ્યો છું.

આ સમાચાર શેર કરો