મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સોસાયટીમાં ઘાતક હથિયારો સાથે આતંક મચાવનારને દબોચી લેવાયો

લોકસભાની ચૂંટણીને લઈને નિયમ અનુસાર હથિયાર જમા કરાવી દેવાના હોય છે. જો કે, અમૂક અસામાજિક તત્ત્વો નિયમોને ઘોળ

સુરતની સોસાયટીમાં ઘાતક હથિયારો સાથે આતંક મચાવનારને દબોચી લેવાયો

લોકસભાની ચૂંટણીને લઈને નિયમ અનુસાર હથિયાર જમા કરાવી દેવાના હોય છે. જો કે, અમૂક અસામાજિક તત્ત્વો નિયમોને ઘોળીને પી ગયા હોય તે રીતે ઘાતક હથિયારો સાથે લોકો સામે રૌફ દેખાડતાં ફરતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના લિંબાયતમાં બની હતી. નીલગીરી ખાતે આવેલી શ્રીનાથ સોસાયટી-2માં હથિયાર સાથે લોકોને ધમકાવનારને સીસીટીવીના આધારે પોલીસે ઝડપી લીધો હતો.

લોકોને ધમકાવ્યા હતા

લિંબાયતના નીલગીરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આંતક ફેલાયો હોવાનું સામે આવ્યું છે. આ અસામાજિક તત્ત્વએ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. જેથી સીસીટીવીના આધારે પોલીસે કાર્યવાહી કરીને સમાધાન બાગુલને ઝડપી લીધો હતો. 

પોલીસે તપાસ શરૂ કરી

લિંબાયત નીલગીરી શ્રીનાથ સોસાયટી-2 માં એક ઈસમ ચપ્પુ સાથે દેખાયો હતો. જેમાં આરોપીને ઝડપી લઈને પોલીસે હથિયાર પણ તેની પાસેથી કબ્જે કર્યું હતું. સાથે જ તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સાથે કોણ કોણ હતું તથા કોઈ ગેંગ ચલાવે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો