મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Narmada/ AAP ના જિલ્લા પ્રમુખના ભાઈ દારૂ વેંચતા ઝડપાયા 

આમ આદમી પાર્ટી (AAP)ના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈને જિલ્લા LCB (લોકલ ક્રાઇમ બ્રા

Narmada/ AAP ના જિલ્લા પ્રમુખના ભાઈ દારૂ વેંચતા ઝડપાયા 

આમ આદમી પાર્ટી (AAP)ના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈને જિલ્લા LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે ગેરકાયદેસર રીતે દારૂ વેચવાના કેસમાં ઝડપી પાડ્યા છે. 

LCB એ બાતમીના આધારે કાર્યવાહી કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લા LCBને મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન, AAP જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્ર સિંહ વસાવાની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે વીરભદ્ર સિંહ પાસેથી દારૂની કુલ 11 બોટલ જપ્ત કરી છે.

આ ઘટના બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વીરભદ્ર સિંહ વસાવા આ અગાઉ પણ દારૂની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂક્યા છે. વારંવાર એક જ પ્રકારના ગુનામાં પકડાવાથી પોલીસ દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

સાંસદ મનસુખ વસાવાના ગંભીર આરોપો

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને ગંભીર આરોપ લગાવ્યા તેમણે દાવો કર્યો કે, 'માત્ર 11 બોટલ મળી છે, પણ 5 પેટી દારૂ હતો, જે સગેવગે કરી દેવામાં આવ્યો છે. એક બાજુ AAPના લોકો દારૂનો ધંધો કરે છે અને ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસના માથે માછલાં ધોવે છે. આ એક પ્રકારનો સ્ટંટ છે. AAPના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા છે.ટ

સાંસદ મનસુખ વસાવાએ AAPના અન્ય નેતાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો કે, 'નિરંજન વસાવાએ હોદ્દાના લઈને સરકારી જમીનમાં ગેરકાયદે હોટેલ અને મકાન બનાવી દીધું છે, જે બે નંબરના ધંધા દ્વારા બનાવવામાં આવ્યું છે.' તેમણે આરોપ લગાવ્યો કે નિરંજન વસાવા લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાના ધંધા કરે છે. દેડીયાપાડા તાલુકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા પર પણ અધિકારીઓને ધમકાવીને પૈસાની માંગણી કરતો ઓડિયો વાઈરલ થયો હોવાનો ઉલ્લેખ કર્યો.

સાંસદના આ નિવેદનથી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સ્થાનિક પોલીસે હાલમાં વીરભદ્ર સિંહ વસાવાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો