મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Narmada/ 'જે વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો, તેણે જ...', નેત્રંગમાં બાળકીનું દુષ્કર્મ બાદ કરુણ મોત

નર્મદા જિલ્લાના નેત્રંગમાં ગત 12 તારીખે એક હૃદયદ્ર

Narmada/ 'જે વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો, તેણે જ...', નેત્રંગમાં બાળકીનું દુષ્કર્મ બાદ કરુણ મોત

નર્મદા જિલ્લાના નેત્રંગમાં ગત 12 તારીખે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં ધોરણ 7 માં અભ્યાસ કરતી 11 વર્ષની માસૂમ બાળકી પર ગામના નરાધમ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. ગંભીર રીતે પીખાઈ ગયેલી આ બાળકીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું.

સ્કૂલમાંથી લેવા ગયેલા યુવકે જ મોકો ઝડપ્યો

પીડિત પરિવારના આક્ષેપો મુજબ, માથામાં દુખાવો થતો હોવાથી શાળા દ્વારા બાળકીની માતાને તેને સ્કૂલમાંથી લઈ જવા માટે ફોન કરાયો હતો. આ સમયે ગામનો એક યુવક બાળકીને સ્કૂલમાંથી લેવા ગયો હતો અને રસ્તામાં મોકો મળતા તેણે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અને તેને ગંભીર હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો.

પોલીસ અને તબીબી બેદરકારીના આક્ષેપો

બાળકીના પરિવારે નેત્રંગ પોલીસ અને તબીબી તંત્ર પર ગંભીર આક્ષેપો મૂક્યા છે.  પરિવારે આક્ષેપ કર્યો કે પોલીસે તેમને સહકાર આપ્યો હોત તો આજે તેમની દીકરી જીવતી હોત. નેત્રંગ પોલીસના જમાદારે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર ન મળે તેમ કહીને બેદરકારી દાખવી હતી. પોલીસે બાળકી 'સહી સલામત છે, કશું થયું નથી' તેમ કહીને ગંભીરતા છુપાવી હતી.

હદ તો ત્યારે થઈ જ્યારે ગંભીર હાલત હોવા છતાં પીડિતાને રાજપીપળાની હોસ્પિટલમાં 5 દિવસ બાદ માંડ સારવાર મળી. ત્યાં યોગ્ય સારવાર ન મળતા આખરે પરિવાર તેને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં લાવ્યો હતો. અંતે, સમયસર યોગ્ય સારવારના અભાવે અને ગંભીર ઈજાઓ સામે લડતા, માસૂમ બાળકી જિંદગી સામેનો જંગ હારી ગઈ. 

આ સમાચાર શેર કરો