Narmada news: અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન કરંટ લાગવાથી બે યુવકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનમાં વીજ વાયર અડી જતા

નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનમાં વીજ વાયર અડી જતા બે યુવકોના મોત નિપજ્યા છે. હાલ બંને યુવકોના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નક અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનમાં વીજ વાયર અડી જતા વિજય બાબુભાઈ મેળા તથા ગોવિંદ મનુભાઈ ડામોર નામના બે યુવાનોના કરુણ મોત થયા છે. બન્ને યુવાન અંદાજિત 25 થી 30 વર્ષના છે અને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને યુવકોના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તિલકવાડા પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.




