Video: જાંબુઘોડા નજીક દીપડાનો આતંક, વાઘવા ગામે 20 વર્ષીય મહિલા પર હુમલો

જાંબુઘોડા નજીક બોડેલી તાલુકાના વાઘવા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ગામના મોતીપુરા ફળિયામાં વહેલી સવારે ઘાસચારો લેવા ખેતરે જઈ રહેલાં 20 વર્ષીય રેણુકાબેન રાઠવા પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની બૂમાબૂમથી દીપડો મહિલાને છોડીને નજીકની ઝાડીઓમાં નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.
જાહેરાત











