મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સલમાન ખાનની પેઢીના નામે પાણીપુરીવાળા પાસે મંગાયા 15 કરોડ રૂપિયા! આ રીતે ફૂટ્યો ભાંડો

સુરતમાં છેતરપિંડી માટે અવનવા ગતકડા અને હથકંડા લોકો અજમાવતા હોવાનું સા

સલમાન ખાનની પેઢીના નામે પાણીપુરીવાળા પાસે મંગાયા 15 કરોડ રૂપિયા! આ રીતે ફૂટ્યો ભાંડો

સુરતમાં છેતરપિંડી માટે અવનવા ગતકડા અને હથકંડા લોકો અજમાવતા હોવાનું સામે આવે છે. ત્યારે વરાછામાં પાણીપુરી મેન્યુફેક્ચરરને બોલીવૂડ એક્ટર સલમાન ખાની પેઢીની લીગલ નોટિસ ઈમેઈલેથી મોકલીને 15 કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હતી. 1.25 લાખ ટેક્ષ લીગલ ફીની માંગણી કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે. 

એક્ટરના નામે ઈમેઈલ

વરાછામાં રહેતા જતીન જયસુખ દેસાઈ પાણીપુરી મેન્યુફેક્ચરર છે.  વેપારીએ સોશિયલ મીડિયા પર ફોટો મૂક્યો હતો. 30મી માર્ચ-24એ વેપારીના ઈ-મેઇલ આઈડી પર લીગલ એસોસિએટનો ઈ-મેલ આવ્યો હતો. જેમાં સલમાન ખાનના નામથી ભારતીય બોલીવૂડ એક્ટર છે. જેને અનુસંધાને SSR એસોસિએટ નામે નોટિસ મોકલી હતી. 

રોકડા દોઢ કરોડની માગ

નોટિસ મોકલનાર તરીકે સોનમ સરકાર, મેનેજીંગ પાર્ટનર ઓફ SSR એસોસિએટની સહીથી ઈમેલ આવ્યો હતો. નોટિસમાં લખ્યું કે, 15 કરોડ કોમ્પ્નસેશન ચુકવી આપવા તેમજ 1.25 લાખ ટેક્સ લીગલ ફી માંગી હતી. કન્સલ્ટન્ટ ભગીરથે વેપારીને કહ્યું કે, મારી દિનેશ રાવ જે મુંબઈ મુકામે રહે છે. સલમાન ખાન અને એકનાથ શિન્દે સાથે જોડાયેલ છે. વાત થઈ ગયેલ છે. નોટિસમાં ચાલવું હોય તો ઈ-મેઇલ ઉપર પૈસા આપવા પડશે. જો પતાવટ કરવી હોય તો 4 કરોડ આપવા પડશે અને રોકડમાં દોઢ કરોડ આપવા પડશે. જો કે, આ ઇ-મેઇલ સુરતથી મોકલાયાનો ઘટસ્ફોટ થયો છે.જેના આધારે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો